અમરેલી જિલ્લામાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા માટે અને તેની જન-જાગૃત્તિના પ્રચાર પ્રસાર હેતુથી મિશન લાઇફ (LIFE) અંતર્ગત નોડલ અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસૂલ)ના માર્ગદર્શન હેઠળ અમરેલી શહેરમાં વોકેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્થ જીવનશૈલી અને ક્લાઇમેટ ચેન્જ અંગે જાગૃત્તિ લાવવા માટે મહત્ત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ રેલીનો પ્રારંભ સરદાર પટેલ રમત સંકુલ, ચિત્તલ રોડથી થયો હતો, જે રાજકમલ ચોક થઈ અને પરત સ્પોર્ટ્સ સંકુલ ફરી હતી. રેલીમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (ડી.એલ.એસ.એસ)ના ખેલાડીઓ, વિવિધ રમતના કોચ અને ટ્રેનરો સહિત ૫૦૦ જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમ અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી એ એક યાદીમાં જણાવ્યું હતું.

















Recent Comments