તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે શ્રી ઘાટેશ્વર મહાદેવ તેમજ શ્રી રામદેવપીર દેવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે સમાપન થયું.
આ ધર્મ અવસરે ઉપસ્થિત પૂ. સીતારામબાપુએ જણાવ્યું હતું કે, સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે. સંતના દર્શનથી શ્રાપ અને તાપનો વિનાશ થાય છે. સંપતિ, સંતતિ, શક્તિ, શાંતિનું સ્થાન આપણા મંદિરો અને દેવાલયો છે.પકૃતિનું રક્ષણ કરવાના બોધ સાથે બાપુએ દરેક યજમાનોને એક એક વૃક્ષ વાવવા અને ઉછેરવા શીખ આપી હતી.
આ પ્રસંગે મહામંડલેશ્વર 1008 પૂ. રમજુબાપુ, શિવશક્તિ આશ્રમ કરમદીયાના સંત પૂ. કમલેશ્વરબાપુ સહિતના સંતોની ઉપસ્થિતિ રહી હતી.
ઘાટરવાળા ગામે ગામજનો દ્વારા નિર્મિત શ્રી ઘાટેશ્વર મહાદેવ તેમજ રામદેવપીરબાપાના મંદિરના ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજરોજ પૂર્ણાહુતિ થઈ હતી.
આ ત્રણ દિવસના મહોત્સવમાં ત્રણેય દિવસ ગામ ધુવાડા બંધ સાથે સર્વે ગામજનોએ સાથે પ્રસાદ લીધો હતો. આખું ગામ ભાવ અને શ્રદ્ધા સાથે મહોત્સવમાંમાં આનંદ અને ઉલ્લાસપૂર્વક સામેલ થયું હતું. ઘાટરવાળા ગામના દિનકરભાઇ બારૈયા, ઘેલાલાભાઈ પંડ્યા, ઉગાભાઇ મોભ, સડુભાઈ ભાંભેરા, વિઠ્ઠલભાઇ બારૈયા, મનસુખભાઈ જેતાપરા, વિક્રમભાઈ મોભ, કનુભાઈ મોભ, ભરતભાઈ મોભ, સરપંચ પ્રદીપભાઈ ભટ્ટ સહિતના સૌ જોડાયા હતા.


















Recent Comments