અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ઉત્સાહભેર ‘વેલકમ ડે’ ની ઉજવણી: નારી સશક્તિકરણ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓથી કાર્યક્રમ ગુંજી ઊઠ્યો.

​શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રાજકોટ) સંલગ્ન શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલા ખાતે તારીખ ૦૬/૦૮/૨૦૨૬ ના રોજ નવપ્રવેશિત વિદ્યાર્થીનીઓ માટે ‘વેલકમ ડે’ ની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી.

​આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સાવરકુંડલા/લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી નયનાબેન કાપડિયા, સાવરકુંડલા શહેર પ્રમુખશ્રી અનિરૂદ્ધભાઈ રાઠોડ, શ્રી શરદભાઈ પંડ્યા, શ્રી પ્રવીણભાઈ સાવજ, નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી જીગ્નેશભાઈ ટાંક, પક્ષના નેતાશ્રી દિનેશભાઈ રાઠોડ, શ્રી અતુલભાઈ કાપડિયા તથા શશીભાઈ ખાસ હાજર રહ્યા હતા.

​તેમજ શ્રી નૂતન કેળવણી મંડળના હોદ્દેદારો તથા ટ્રસ્ટીગણમાંથી પ્રમુખશ્રી ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર, ઉપપ્રમુખશ્રી કનુભાઈ ગેડીયા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા, ટ્રસ્ટીશ્રી વિનુભાઈ રાવળ, શ્રી શૈલેષભાઈ રવિયા, પ્રા છાયાબેન શાહ, ડો. હરિતાબેન જોશી, ડો. કુરેશી સાહેબ સહિતના આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

​કાર્યક્રમની શરૂઆતમાં શ્રી સંજયભાઈ મહેતા તથા તેમના સંગીત વૃંદ દ્વારા મધુર સૂર શરણાઈ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી. એલ. ચાવડા સાહેબે તમામ મહેમાનોનો પરિચય આપી તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સમગ્ર સભાનું સુચારુ સંચાલન ડો. પ્રતિમા શુક્લ તથા ડો. કે. પી. વાળા દ્વારા કરવામાં આવ્યું હતું.

​કાર્યક્રમ દરમિયાન નવપ્રવેસિત બહેનો માટે વેલકમ વિધી તથા મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેની સંપૂર્ણ તૈયારી ડો. રૂકશાનાબેન કુરેશીએ કરાવી હતી. આ તકે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાએ પોતાના વક્તવ્યમાં નારી જીવનની ગરિમા અને સ્ત્રી સશક્તિકરણનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ શ્રી નયનાબેન કાપડિયા, શ્રી વિનુભાઈ રાવળ તથા શ્રીમતી ચંદ્રિકાબેન ઘેલાણીએ વિદ્યાર્થીનીઓને જીવનમાં ઉપયોગી થાય તેવું પ્રેરણાદાયી જીવન પાથેય પૂરું પાડ્યું હતું.

​કાર્યક્રમના ઉત્તરાર્ધમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ માટે ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. સમગ્ર સમરોહના અંતે ડો. રૂકશાનાબેન કુરેશીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીને સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રોનો સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો હતો.

Related Posts