ગુજરાત

વડગામના મેમદપુરનો જવાન શહિદ થતાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

મા ભોમની રક્ષા કરતા ગુજરાતનો વધુ સપૂત શહીદ થયો છે. બનાસકાંઠાના વડગામના મેમદપુર ગામનો આ જવાન પોતાની ફરજ દરમ્યાન શહીદ થયો હતો. શહીદ જવાનના નશ્વરદેહને તેના વતનમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. શહીદ જવાનની અંતિમ વિદાય વખતે ગામમાં ગમગીની છવાઈ હતી. સમગ્ર મેમદપુર શોકમગ્ન બન્યું હતું. સમગ્ર ગામ શહીદ જવાનને અંતિમ વિદાયમાં હાજર રહ્યું હતું. બીજી બાજુ ગામનો જવાન શહીદ થતા આખું મેમદપુર ગામમાં વેપાર ધંધા બંધ રહ્યા હતા.

મા ભોમની રક્ષા કરતા બનાસકાંઠાના આર્મી જવાન શહીદ થયો હોવાની માહિતી મળતા પરિવારજનોમાં કરૂણ આક્રંદ છવાયો હતો. બનાસકાંઠાના વડગામના મેમદપુરા ગામમાં પણ શોકનો માહોલ સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા વડગામના મેમદપુરનો જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડ ફરજ દરમ્યાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે.

બનાસકાંઠાના આ જવાન મેમદપુરના રાજપૂત સમાજના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે મા ભોમની રક્ષા કરી રહ્યાં હતા. જે દરમિયાન બેખડ ધસી પડતા તેઓ શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે. જમ્મુ કાશ્મીરના પીંછવાડામાં ભેખડ ઘસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.

Related Posts