fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ૪ ડિસેમ્બરના મેગા વેક્સિનેશન ડ્રાઈવ યોજાશે

વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તેવા ૮૦ હજાર લોકો પૈકી ૪૦ હજાર લોકોને વેક્સિન આપવાનું તાલુકાવાઈઝ આયોજન કરાયું

સમગ્ર ગુજરાત રાજય અને અમરેલી જિલ્લામાં ૧ માર્ચ ૨૦૨૧ થી કોવિડ રસીકરણ અભિયાનના ત્રીજા ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં ૧૮ થી વધુ વયના લાભાર્થીઓને વેકસીનનો પહેલો અને બીજો ડોઝ આપવાના વેકસીનેશન કાર્યક્રમમાં ૧૦૦% કામગીરી સિદ્ધ થાય તે માટે અમરેલી જિલ્લામાં તા.૪–૧૨–૨૦૨૧ શનિવાર નાં રોજ હર ઘર દસ્તક અભિયાન અન્વયે મેગા વેકસીન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવમાં વેકસીનના બીજા ડોઝના કુલ ૮૦૦૦૦ લાભાર્થીઓ બાકી છે જેમાંથી આ ડ્રાઈવ અંતર્ગત ૪૦૦૦૦ લાભાર્થીઓને વેકસીનેટેડ કરવાનું તાલુકાવાઈઝ આયોજન કરવામાં આવ્યું છે. આ મેગાડ્રાઈવમાં લોકલ સ્વૈચ્છિક સંસ્થાઓ, ધર્મગુરૂઓ, ગ્રામ્ય આગેવાનોનો સહકાર મેળવવામાં આવશે. આ મેગાડ્રાઈવમાં ૩૫૦ જેટલી સેશન સાઈટ બનાવવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સંભવિત ત્રીજી લહેરની શકયતાઓને ધ્યાને લઈ આ મેગા ડ્રાઈવમાં વધુમાં વધુ લોકો વેકસીનેટેડ થાય તે માટે આપની નજીકના વેકસીન બુથ ઉપર જઈ વેકસીન લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ પટેલની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts