fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં સરપંચપદ માટે 190 અને સદસ્‍યો માટે 670 ઉમેદવારીપત્રક રજૂ થયા

અમરેલી જિલ્‍લામાં આગામી તા.19/1રના રોજ 489 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્‍યારે ગત તા. ર9/11થી ઉમેદવારીપત્રો ભરાવવાનું શરૂ થયેલ છે. જે તા.4/1ર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. આજદિન સુધીમાં જિલ્‍લામાં કુલ 190 સરપંચના તથા 670 સભ્‍યો માટે થઈ ઉમેદવારીપત્રો રજૂ થયાછે.

આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તા.1/1ર સુધીમાં અમરેલી તાલુકાની 60 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ સરપંચ માટે થઈ 1પ ઉમેદવારીપત્રો તથા સભ્‍યો માટે થઈ કુલ પ1 ઉમેદવારીપત્રો ભરાયા છે.

વડિયા-કુંકાવાવ તાલુકાની કુલ 39 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ માટે થઈ કુલ 10 ઉમેદવારીપત્રો તથા સભ્‍યો માટે થઈ 38 ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્‍યા છે.

બગસરા તાલુકાની 34 ગ્રામ પંચાયતમાં કુલ 18 સરપંચ માટે થઈ ઉમેદવારીપત્રો રજૂ થયા છે. જયારે 47 ઉમેદવારીપત્રો સભ્‍યો માટે રજૂ કરવામાં આવ્‍યા છે.

લાઠી તાલુકાની 36 ગ્રામ પંચાયત માટે થઈ કુલ 6 સરપંચ માટેના ઉમેદવારીપત્રો રજૂ થયા છે. જયારે 11 ગ્રામ પંચાયત સદસ્‍ય માટે ઉમેદવારીપત્રો રજૂ થયા છે.

બાબરા તાલુકાની 44 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજ તા.1 સુધીમાં 11 સરપંચ માટે તથા 4પ સદસ્‍યો માટે થઈ ઉમેદવારીપત્રો રજૂ કરાયા છે.

ધારી તાલુકાની 4ર ગ્રામ પંચાયત માટે થઈ સરપંચના કુલ 17 તથા સદસ્‍યો માટેના 66 ઉમેદવારીપત્રો ભરવામાં આવ્‍યા છે.

જયારે ખાંભા તાલુકાની 43 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. તેમાં તા.1 સુધીમાં કુલ રપ સરપંચના ઉમેદવારો તથા 91 સદસ્‍યો માટે થઈ ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્‍યા છે.

સાવરકુંડલા તાલુકાની 63 ગ્રામ પંચાયતની ચૂંટણીઓયોજાનાર છે. જેમાં 18 સરપંચના ઉમેદવારો તથા 66 સભ્‍યોએ ઉમેદવારી નોંધાવી છે.

લીલીયા તાલુકાના 34 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે થઈ 11 સરપંચના દાવેદારો તથા 36 સદસ્‍યો માટે થઈ દાવેદારી નોંધાવી છે.

રાજુલા તાલુકાની કુલ પ8 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે જેમાં સરપંચ માટે થઈ 40 તથા સદસ્‍યો માટે થઈ 131 દાવેદારી નોંધાઈ છે.

જયારે જાફરાબાદ તાલુકા પંચાયતની કુલ 36 ગ્રામ પંચાયત માટે થઈ 19 જેટલા સરપંચના ઉમેદવારોએ તથા 88 સદસ્‍યો માટે ઉમેદવારીપત્રો ભરવામાં આવ્‍યા છે.

આમ અમરેલી જિલ્‍લાની કુલ 489 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે થઈ 190 ઉમેદવારો તથા 670 જેટલા ગ્રામ પંચાયતના ઉમેદવારોએ દાવેદારી કરી છે.

Follow Me:

Related Posts