ભાવનગર

ગુજરાત સહિત દેશમાં થયેલાં અકસ્માતોમાં થયેલાં અકાળ મરણથી પૂ .મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયતા

ગુજરાત સહિત દેશમાં છેલ્લાં પખવાડિયામાં થયેલાં અકસ્માતોમાં થયેલાં અકાળ મરણથી પૂ .મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયતા અર્પણ કરી છે. અલગ અલગ દુર્ઘટનામાં થયેલ ૧૧૭ મરણથી કુલ રૂપિયા ૧૭,૫૫,૦૦૦ સહાયતા સાથે શ્રધ્ધાંજલિ અર્પી છે.

પ્રદેશ કે દેશ અથવા પરદેશ, જ્યાં કોઈ આકસ્મિક દુર્ઘટનામાં અકાળ મરણ થતાં પૂ .મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયતા અર્પણ કરવામાં આવે છે. ગુજરાત સહિત દેશમાં છેલ્લાં પખવાડિયામાં સર્જાયેલાં ૨૫ અકસ્માતોમાં ૧૧૭ વ્યક્તિઓનાં થયેલાં અકાળ મરણથી શ્રી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયતા અર્પણ કરી છે.

શ્રી ચિત્રકુટ ધામ તલગાજરડા અંતર્ગત શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરી નીચે મુજબ દુર્ઘટનામાં ભોગ બનનારના વારસદારને રૂપિયા ૧૫,૦૦૦ હજાર લેખે કુલ રૂપિયા ૧૭,૫૫,૦૦૦ સહાયતા મોકલવામાં આવી રહી છે.

અલગ અલગ જીવલેણ અકસ્માતોની યાદી મુજબ લખતર ધોરીમાર્ગ પર અકસ્માતમાં વિરમગામના ૭ પદયાત્રી, મહારાષ્ટ્ર થાણે ધોરી માર્ગ અકસ્માતમાં ૧૧ વ્યક્તિ, સુરત ગાડી અકસ્માતમાં ૧ મહિલા, છત્તીસગઢ વેદાંતા પાવર કંપનીમાં બોઇલર અકસ્માત થતાં ૧૦ વ્યક્તિ, દિલ્લી રોહિલા વિસ્તાર ઝૂંપડપટ્ટીમાં આગ લાગતાં ૨ બાળક, પંજાબ ફતેહગઢ સાહિબ જિલ્લામાં વાહન અકસ્માત થતાં ૬ વ્યક્તિ, 

પાલિતાણા પાસે શેત્રુંજી નહેરમાં ડૂબી જતાં અનિડા ગામનો ૧ કિશોર, લીંબડીમાં મકાનમાં આગ દુર્ઘટનામાં ૨ વ્યક્તિ, બોટાદ પાળીયાદ માર્ગ પર રાણપુર પાસે અકસ્માતમા પીપરડીના બાળક અને માતા એમ ૨ વ્યક્તિ, સુરતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અકસ્માતમાં ચાલક ૧ ચાલક, જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર બસ અકસ્માતમાં ૧૫ યાત્રિકો, સિહોર તાલુકાનાં ઈશ્વરિયાનાં ઈશ્વરપૂર વિસ્તારમાં પાણીમાં ડૂબી જતાં આંબલાનો ૧ યુવાન,

વલસાડ જિલ્લાના કપરડા તાલુકાના વીરક્ષેત્ર પાસે અકસ્માત સર્જાતા ૭ વ્યક્તિ, નળ સરોવર વિરમગામ માર્ગ પર અકસ્માતમાં સુરેન્દ્રનગર લખતરની ૩ વ્યક્તિ, સિહોર પાસેનાં સોનગઢ એકલિયા તળાવમાં ડૂબી જતાં પીપરલા ગામનો ૧ યુવાન, સુરત પુણા માર્ગ પર અકસ્માતમાં ટ્રક સાથે અથડાતાં ૧ વ્યક્તિ, જસદણ પાસે સાગર જળાશયમાં ડૂબવાની ઘટનામાં ૪ કિશોરો, આમ અલગ અલગ દુર્ઘટનામાં કુલ ૭૫ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં કુલ રૂપિયા ૧૭,૫૫,૦૦૦ સંવેદના સહાયતા મોકલવામાં આવશે.

Related Posts