લાઠી પ્રીમિયર લીગ સિઝન – ૪નું સુરત ખાતે ભવ્ય અને શાનદાર આયોજન.LPL-4 ટુર્નામેન્ટનુ અંતિમ પરિણામ વિજેતા ટીમ – પવિત્ર રોયલ્સ રનર-અપ ટીમ – દેસાઈ ઈલેવન શ્રી લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વારા લાઠી પ્રીમિયર લીગ એલ.પી.એલ સીઝન -૪નું બે દિવસીય ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તારીખ : ૨૫/૦૪/૨૦૨૬, શનિવાર અને તા: ૨૬/૦૪/૨૦૨૬ ને રવિવારના રોજ લાઠીના વતની અને સુરત ખાતે સ્થાયી થયેલા સૌ પરિવારોએ બહુ આનંદ અને ઉત્સાહ સાથે સહભાગી થઈને ટુર્નામેન્ટને ખૂબ યાદગાર અને સફળ બનાવી હતી…
છેલ્લા ત્રણ વરસથી લાઠી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન સુરત લાઠી લેઉવા પટેલ સમાજ દ્વારા સુરત ખાતે કરવામાં આવે છે, આ ટુર્નામેન્ટના આયોજનનો મુખ્ય હેતુ લાઠીના તમામ પરિવારો અને નવયુવાનોને ક્રિકેટ ટુનામેન્ટમાં આનંદ અને મનોરંજન માણવા તેમજ આ ક્રિકેટ ટુનાર્મેન્ટના માધ્યમથી નવી યુવા પેઢી એકબીજાના પરિચયમાં આવે અને ભવિષ્યમાં ધંધા રોજગાર માટે પણ એકબીજાને ઉપયોગી બને અને સમાજ સંગઠન વધુ મજબૂત થાય એવા સુંદર હેતુ સાથે કરવામાં આવે છે, મૂળ લાઠીના બધાજ વડીલો એક બીજાને વર્ષોથી ઓળખતા હોય પણ નવી પેઢીમાં ઓળખાણ થાય એકમેકના પરિચય થાય અને એકબીજાને સાથ સહકાર આપી સામાજિક વહેવારીક, આર્થિક, સાંસ્કૃતિક વિકાસ થાય એવા શુભ આશય સાથે આયોજનો કરવામાં આવે છે, લાઠીથી પણ ઘણા માણસો ટુર્નામેન્ટને જોવા માટે ખાસ આવે છે ત્યાં તેમને તેમના જુના મિત્રો પણ મળી રહે છે
લાઠીના સૌ પરિવારોને એકમંચ પર લાવીને એકતા મજબૂત કરવા તેમજ સૌના સાથ સહકાર થકી સામાજિક, આર્થિક,
વ્યવહારિક પ્રસંગો વધુ સરળ અને સુચારુ રુપે થઈ શકે અને સંઘ શક્તિ વિકસે એવો સુંદર ભાવ હોય છે.આ ટુર્નામેન્ટમાં ૧૨ ટીમોએ સહભાગ લઈને સ્પોર્ટ્સમેનશિપની સુંદર ભાવનાને ચરિતાર્થ કરી હતી, અને સહભાગી તમામ ટીમોનો આભાર માનવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં સહપરિવાર સૌએ ક્રિકેટનો આનંદ લીધો હતો. ટુર્નામેન્ટમાં અતિથિ વિશેષ તરીકે શેઠશ્રી મનજીભાઈ ધોળકિયા (ભવાની જેમ્સ) ઘનશ્યામભાઈ શંકર (શિવમ જવેલ્સ) અંગત રસલઈને વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કમિટી મેમ્બર શ્રી વિજયભાઇ ભુપતભાઈ દેસાઈ, હિતેશભાઈ વાવડીયા, આર. કે. ધોળકિયા, જીગ્નેશભાઈ લાઠીયા અને વલ્લભભાઈ રીબડીયા (શાયર) બી.યુ. શંકર સહિત સામાજિક આગેવાનો અને અનેક લાઠીના વતનપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટને સફળ બનાવવા સહભાગી બનાવવા ખાસ કરીને સ્પોન્સરો, કેટરર્સ, ફોટોગ્રાફી, મંડપ, મીડિયા, એમ્પાયર, કોમેન્ટેટર, સાઉન્ડ તેમજ ફાર્મ અને સમગ્ર લાઠી ગામની સૌ ક્રિકેટ ટીમો, પ્રેક્ષક યુવાનો, સેવા આપનારા સ્વયંસેવકો, સંચાલકો, પ્રેક્ષકો, આમંત્રિત મહેમાનો અને સેવા આપનારા સર્વોનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


















Recent Comments