અમે આંગળી પર દેશની કિસ્મત લખી દીધી,
ફરજ નિભાવી લોકશાહીની કિંમત લખી દીધી.
જાગૃતિનો દીવો અમે એવો પ્રગટાવ્યો છે અહિં,
કે ઇતિહાસના પાને
સાવરકુંડલાની હિંમત લખી દીધી.
–“પાંધી સર”
લોકશાહીના મહાપર્વમાં જ્યારે જાગૃતિની વાત આવે ત્યારે સાવરકુંડલાએ સમગ્ર ગુજરાતને એક નવી રાહ ચીંધી છે. સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત વોર્ડ નંબર ૯ માં વસતા તૃતીય લિંગ (Third Gender) સમુદાયના તમામ ૧૪ સભ્યોએ એકસાથે મતદાન કરી ૧૦૦% મતદાનનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે.
ચૂંટણી અધિકારી શ્રી પી. બી. કુંભાણીના માર્ગદર્શન હેઠળ માસ્ટર ટ્રેનર ડૉ. અર્જુનસિંહ પરમાર અને તેમની ટીમે હાથ ધરેલા વિશેષ સંપર્ક અભિયાનને કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી સંવેદનશીલ સમજાવટને માન આપી કિન્નર સમુદાયે રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
સમાજ માટે પ્રેરણાદાયી સંદેશ
મતદાન કર્યા બાદ કિન્નર નાયક કાજલ કુંવરે જણાવ્યું હતું કે, “જો અમે અમારી ફરજ નિભાવી શકતા હોઈએ, તો દરેક નાગરિકે મતદાન કરવું જ જોઈએ.” આ પ્રસંગે સમગ્ર ચૂંટણી સ્ટાફે પુષ્પગુચ્છ આપી આ સમુદાયનું સન્માન કર્યું હતું, જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.


















Recent Comments