આમ આદમી પાર્ટી ગુજરાત-યૂપી સહિત છ રાજ્યોમાં ચૂંટણી લડશેઃ કેજરીવાલની જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત સહિત ૬ રાજ્યમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીએ ૨ વર્ષમાં ૬ રાજ્યમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, પાર્ટી આવતા બે વર્ષમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, હિમાચલ પ્રદેશમાં ચૂંટણી લડશે. જેની માટે પાર્ટીએ તૈયારી પણ શરૂ કરી દીધી છે. અન્ય રાજ્યમાં પોતાની પકડ બનાવવા માટે આમ આદમી પાર્ટીએ સ્કૂલમાં શિક્ષણ, વિજળી, સ્વાસ્થ્ય, પાણી જેવા વિષયોને દમદાર રીતે મતદાતાઓ સામે રાખવાની રણનીતિ બનાવી છે. આમ આદમી પાર્ટીએ નવેસરથી ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ગોવા જેવા રાજ્યમાં પોતાની તૈયારી શરૂ પણ કરી દીધી છે.
દિલ્હી જળ બોર્ડના ઉપાધ્યક્ષ રાઘવ ચઢ્ઢાને પંજાબ અને કાલકાજીના ધારાસભ્ય આતિશીને ગુજરાતનો પ્રભાર સોપવામાં આવ્યો છે. આ બન્ને નેતા પોત પોતાના પ્રભાર ધરાવતા રાજ્યમાં છે અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
બિહારના પ્રભારી અને દિલ્હીના બુરાડીના ધારાસભ્ય સંજીવ ઝા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાથી બિહારમાં છે. આપ અહી પંચાયત ચૂંટણીથી શરૂઆત કરશે. સંજીવ ઝાએ કહ્યુ, પાર્ટી બિહારમાં યોજાનારી પંચાયત ચૂંટણી પર ફોકસ કરી રહી છે. અહી આપ પોતાના વધુમાં વધુ કાર્યકર્તાઓને મેદાનમાં ઉતારવા જઇ રહી છે.
Recent Comments