પ્રગતિનો પ્રવેશોત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત આજે
ગારીયાધાર તાલુકાના વેળાવદરની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજુભાઈ
ભટ્ટના મુખ્ય મહેમાન પદે અને આગેવાનશ્રી ભરતભાઈ ધામેલીયાના અતિથિ વિશેષ પદે યોજાઈ ગયો હતો.
આંગણવાડીથી શરૂ કરીને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને રંગે ચંગે પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક
શાળામાં 45 માધ્યમિક શાળામાં 41 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમને સંબોધિત કરતા શ્રી ભરતભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના જીવન અને કલ્યાણ માટે
રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. કોઈને કોઈ રીતે તે પથદર્શક બનીને સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતા કરે છે. તેથી જ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. શિક્ષણ ચિંતક શ્રી તખુભાઈ સાંડસુરે કહ્યું કે
નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને રચનાત્મકતા એ ગુજરાતને પ્રવેશોત્સવ જેવો ઉત્તમ કાર્યક્રમ આપ્યો છે. તેના
માધ્યમથી અનેક લોકો સુધી શિક્ષણની જ્યોત નું અજવાળું પથરાઈ રહ્યું છે. આજે હવે આ કાર્યક્રમ એ સિલ્વર
જ્યુબેલી તરફ ગતિ કરી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે કમર કસવી પડશે.
કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ જોગાણી, કન્યાશાળાના આચાર્ય શ્રી હિંમતગીરી અને
માધ્યમિક શાળાના આચાર્ય શ્રી કૌશિકભાઇ ઠાકર, બી.આર.સી શ્રી સોલંકી તથા તાલુકા પંચાયત સદસ્ય શ્રી
કપિલભાઈ ખિમસુરિયા કનુભાઈ સાંડસુર, શ્રી અનકભાઈ બોરિચા, શ્રી કિશોરભાઈ કવા, ચંપૂભાઈ, સતારભાઈ,
રણછોડભાઈ, નાજભાઈ સાંડસુર તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો,વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં યોજાયો પ્રવેશોત્સવ














Recent Comments