અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રોના અગ્રગણ્ય એકમ મુંદ્રા સોલાર પ્રા.લિ (અદાણી સોલાર) માટે મશીન ઓપરેટર, ટેકનિશિયલ અને ટ્રેઇનીની આવશ્યકતા છે. જેના માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા,ધારી ખાતે આગામી તા. ૨૫.૦૬.૨૦૨૬ના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાલી જગ્યાને અનુરૂપ ધો. ૧૦ પાસ, ધો.૧૨ પાસ, ગ્રેજ્યુએટ અથવા આઇ.ટી.આઇના તમામ ટ્રેડમાં પાસઆઉટ તાલીમાર્થી અરજી કરી શકશે. આ મેળામાં પસંદ થનારા ઉમેદવારોને રૂય ૧૬,૬૪૫થી ૧૮,૬૪૦ જેટલો પગાર ચૂકવવામાં આવશે. ભરતી મેળામાં આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતનાં દસ્તાવેજ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
આ ભરતી મેળો ઔદ્યોગિક તાલીમ સંસ્થા, હીમખીમડી, તુલસીશ્યામ રોડ, ધારી ખાતે યોજાશે. તેમ આચાર્યશ્રી આઇ.ટી.આઇ ધારીએ એક યાદીમાં જણાવ્યું છે.














Recent Comments