fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છ જિલ્લામાં ધીમી ગતિએ કોરોના આગળ વધી રહ્યો છે

કચ્છમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે ગુરૂવારે ૩૪૭ નવા કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને કુલ પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા હજારને પાર કરી ૧૧૦૪ પર પહોંચી જવા પામી છે. જાેકે આ વચ્ચે રાહતની વાત એ છે કે ૯૬ દર્દી સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે. ભુજ શહેરમાં ૬૦-ગ્રામ્ય ૩૨, ગાંધીધામ શહેરમાં ૮૮-ગ્રામ્ય ૬, ભચાઉ શહેરમાં ૮-ગ્રામ્ય ૧૩, મુન્દ્રા શહેરમાં ૪૬-ગ્રામ્ય ૬, અંજાર શહેરમાં ૨૨-ગ્રામ્ય ૧૦, માંડવી શહેરમાં ૯-ગ્રામ્ય ૧૪, અબડાસા ગ્રામ્યમાં ૩, રાપર શહેરમાં ૫-ગ્રામ્ય ૧, નખત્રાણા ગ્રામ્યમાં ૨૩ કેસ સામે આવ્યા છે. જિલ્લાના દસ તાલુકામાંથી એકમાત્ર લખપત તાલુકો કોરોનામાંથી ગુરૂવારે બાકાત રહ્યો હતો.

Follow Me:

Related Posts