અમરેલી

૧૨ વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના” : અમરેલી જિલ્લામાં ૧૬ જૂનથી જનકલ્યાણ શિબિરોનો પ્રારંભ થશે; નાગરિકોને ઘરઆંગણે મળશે સરકારી યોજનાઓનો લાભ

કેન્દ્ર સરકારના “૧૨ વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના” ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં આગામી તા. ૧૬ જૂનથી જનકલ્યાણ શિબિરોનો પ્રારંભ થશે.

આ વિશેષ શિબિરોનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વહીવટી તંત્રના માધ્યમથી પોતાના ઘરઆંગણે જ વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાનો છે. જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ ખાતે નિયત તારીખો અને સમયે આ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ ખાતે યોજાનાર શિબિરોનું સમયપત્રક મુજબ યોજાશે. દામનગર નગરપાલિકા: તા. ૧૫-૦૬-૨૦૨૬ના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી. જાફરાબાદ નગરપાલિકા: તા. ૧૬-૦૬-૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી. ચલાલા નગરપાલિકા: તા. ૧૬-૦૬-૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી. રાજુલા નગરપાલિકા: તા. ૧૬-૦૬-૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી. બગસરા નગરપાલિકા: તા. ૧૬-૦૬-૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી. સાવરકુંડલા નગરપાલિકા: તા. ૧૬-૦૬-૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી. લાઠી નગરપાલિકા: તા. ૧૭-૦૬-૨૦૨૬ના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી. બાબરા નગરપાલિકા: તા. ૧૮-૦૬-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી. ધારી નગરપાલિકા: તા. ૧૯-૦૬-૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી જનકલ્યાણ શિબિરોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત વિસ્તારના નાગરિકોને આ જનકલ્યાણ શિબિરોનો બહોળી સંખ્યામાં લાભ લેવા અને સરકારી યોજનાઓની પ્રક્રિયાઓ ઘરઆંગણે સરળતાથી પૂર્ણ કરવા અનુરોધ છે.

Related Posts