અમરેલી

અમરેલી નગરપાલિકા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ: વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય પત્રો એનાયત કરાયા

આજરોજ અમરેલી નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ’ અન્વયે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ-વિકાસ,વિશ્વાસ અને જનકલ્યાણના અને વિકસિત ભારત સંકલ્પ’ અભિયાન હેઠળ અનેકવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. જનકલ્યાણ શિબિર કાર્યક્રમમાં સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે માહિતી ખાતા દ્વારા નિર્મિત સરકારની વિવિધ યોજનાઓ પર આધારિત એક શોર્ટ ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ જનકલ્યાણ શિબિરમાં પી.એમ.સ્વનિધિ યોજનાના ૮ લાભાર્થીઓ, ગંગાસ્વરૂપ વિધવા સહાય યોજનાના ૭ લાભાર્થીઓ, નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના ૧ લાભાર્થી અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ ૩ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, સભ્યશ્રી જયંતીભાઈ ધાનાણી, પુનમબેન સાવલીયા, અમરેલી શહેરના મામલતદારશ્રી દવે તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી વિનોદ સી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા

Related Posts