અમરેલી

જળસંચયથી કૃષિ સમૃદ્ધિ તરફ વધુ એક પગલું : ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ભુખલી સાથળી ચેકડેમ અને કોઝ-વેનું લોકાર્પણ

રાજ્ય સરકારની જળસંચય અને જળસિંચન ક્ષેત્રેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકાના ભુખલી સાથળી ગામે નિર્માણ પામેલા ચેકડેમ અને કોઝવેનું લોકાર્પણ ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું.

રૂ. ૪૯.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ આ મહત્વાકાંક્ષી જળસંચય કાર્યનું નિર્માણ ટૂંકાગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ૪૪ મીટર લંબાઈ અને ૧.૩૦ મીટર ઊંડાઈ ધરાવતા આ ચેકડેમમાં આશરે ૨.૬૮ કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકશેજે વિસ્તારના ખેડૂતો માટે અમૂલ્ય સંપત્તિ સમાન સાબિત થશે.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કેભુખલી સાથળી ખાતે નિર્મિત આ ચેકડેમ માત્ર પાણી સંગ્રહનું માધ્યમ નથીપરંતુ સમગ્ર વિસ્તારના કૃષિ વિકાસ માટે એક મજબૂત પાયો છે. ચેકડેમ અને નદી ઊંડીકરણના કારણે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશેઆસપાસના કૂવા અને બોરમાં પાણીની ઉપલબ્ધતા વધશે તેમજ આશરે ૮ હેક્ટર વિસ્તારમાં આવેલી ખેતીલાયક જમીનને સીધો લાભ મળશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત કાર્યરત છે. પાણીવીજળીમાર્ગ અને સિંચાઈ જેવી મૂળભૂત સુવિધાઓના વિકાસ દ્વારા ગામડાંઓને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ અંગે ચેકડેમ ખાતે ખેતીલાયક જમીન ધરાવતા વરિષ્ઠ કૃષિકારશ્રી નનાભાઈ આહીરે જણાવ્યું હતું કેઆ ચેકડેમ બનવાથી અને નદી ઉંડી થવાથી પાણીના તળ ઉંચા આવશે. અત્યારે મારી જમીનના એક વીઘાનો ભાવ બમણો થઈ ગયો છે. ખેતી માટે આ પાણી આશિર્વાદ સમાન બનશે.

આ ચેકડેમના નિર્માણથી વરસાદી પાણીનો વ્યાપક સંગ્રહ થશેજમીનમાં પાણીનું રિચાર્જિંગ વધશેખેતીમાં ઉત્પાદન ક્ષમતા વધશે અને ખેડૂતોને લાંબા ગાળે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે. સાથે જ પશુપાલન અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે.

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આવા જળસંચય કાર્યો ગ્રામ વિકાસ અને કૃષિ વિકાસના નવા આયામો સર્જી રહ્યા છેજે ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. 

આ પ્રસંગે વડિયા-કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી યોગેશભાઈ પાનસુરીયાતાલુકા પંચાયતના સભ્યશ્રી મનોજભાઈ હપાણીશ્રી અશોકભાઈ વાજા,શ્રી રમણિકભાઈ પટોળીયા,  અગ્રણીશ્રી પી.વી. વસાણીશ્રીમનસુખભાઈ બરવાળીયાસરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts