કોરોના વચ્ચે સલમાન ખાનને ૨૩૦ કરોડમાં ‘ઝી સ્ટૂડિયોઝ’ને ‘રાધે’ના રાઈટ્સ વેચ્યા
સલમાન ખાને ફિલ્મ ‘રાધે’ અંગે ઝી સ્ટૂડિયો સાથે એક મોટી ડીલ સાઈન કરી છે. રિપોર્ટ પ્રમાણે, સલમાને આ ફિલ્મના થિયેટ્રિકલ, ડિજિટલ તથા મ્યૂઝિક રાઈટ્સ ઝી સ્ટૂડિયોને ૨૩૦ કરોડ રૂપિયામાં વેચ્યા છે. કોવિડ ૧૯ની વચ્ચે કોઈ પણ બોલિવૂડ ફિલ્મની કરવામાં આવેલી આ સૌથી મોટી ડીલ છે. આ ડિલ અંગે મેકર્સ તથા ઝીની લાંબા સમયથી વાતચીત ચાલતી હતી. સલમાન તથા ઝી વચ્ચે થયેલી ડીલ બંને માટે ફાયદાકારક છે, કારણ કે સલમાનની ફિલ્મ સારો બિઝનેસ કરતી હોય છે.
સલમાને ઓક્ટોબરમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. મેકર્સ આવતા વર્ષે ફિલ્મને ઈદ પર રિલીઝ કરશે. સૂત્રોના મતે, ‘રાધે’ માટે પહેલાં યશરાઝ ફિલ્મ સાથે વાત ચાલતી હતી પરંતુ કંઈ ફાઈનલ થયું નહીં. સલમાને આ પહેલાં પણ ઝી સાથે ઘણી ડીલ કરી છે. ‘કાગઝ’ ઝીના ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરાવમાં આવશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી લીડ રોલમાં છે. ‘રેસ ૩’, ‘ભારત’ તથા ‘દબંગ ૩’ની ડીલ ઝી સાથે કરી હતી. ‘રાધે’ને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સલમાન, જેકી શ્રોફ, દિશા પટની, રણદીપ હુડ્ડા લીડ રોલમાં છે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ ‘ધ આઉટલૉજ’ની રીમેક છે. સલમાન હવે ‘અંતિમ’માં જાેવા મળશે. માર્ચ મહિનાથી ‘ટાઈગર ૩’નું શૂટિંગ શરૂ કરશે.
Recent Comments