fbpx
અમરેલી

ખાંભા પંથકમાં વરસાદથી ખેતીપાકોને વ્‍યાપક નુકસાન

ચોમાસામાં ભારે વરસાદથી અમરેલી જિલ્‍લો ભરપૂર રહૃાો ને વળી પાછોતરા વરસાદથી જગતના તાતની કાળી મજૂરીને તહસનહસ કરી નાખી પણ ગઈકાલે તો ભર શિયાળે ચોમાસાને ભુલાવે તેવા મેઘ તાંડવથી ખાંભા ગીર પંથકના ગામડાઓમાં ખેડૂતોનાં શિયાળુ પાકને વ્‍યાપક નુકસાન કર્યુ હતું ને તુવેર, જીરૂ, ઘઉં, ચણા સાથે પશુઓના ઘાસચારાનો સોથ ગઈકાલનાં ભારે વરસાદથી લાસા ગામના ખેડૂતો ચિંતામાં સરકાર સામે મીટ માંડી છે.

1ર00 લોકોની વસ્‍તી ધરાવતા લાસા ગામમાં ગઈકાલે પડેલા ભરશિયાળે વરસાદની તબાહી કે જાણે ભર ચોમાસે ખાબકે તેવો મેઘો મંડયો ને લાસા ગામની શેરીઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્‍યો સર્જાયા હતા ને ગામની આ હાલ તો હોય ત્‍યારે ગામના સીમાડેખેતી કરીને ગુજરાન ચલાવતા જગતના તાત પર તો જાણે આભ તૂટી પડયું હોય તેવો ઘાટ ઘડાયો હતો. ખેડૂતોએ વાવેલા શિયાળુ પાકમાં ઘઉં, ચણા, તુવેર, જીરૂ, ડુંગળી સહિતના પાકનો કડુસ્‍લો વરસાદે બોલાવી દીધો હતો ને ચોમાસામાં વાવેલી મગફળીના પાલા જે પશુધન માટે સાચવીને રાખેલા તે પશુઓના ઘાસચારાનો સત્‍યાનાશ ગઈકાલના વરસાદથી થયો હતો. પશુપાલકોને ખેડૂતોની કાળી મહેનતની મજૂરી પર ભર શિયાળાના વરસાદે પાણી ફેરવી દીધું હતું.

ગઈકાલે બારેમેઘ ખાંગા થયા હોય તેમ લાસા ગામમાં શેરીઓમાં નદીઓ વહેતી તો તો બે અઢી ઈંચ વરસાદથી ખેડૂતોએ ચણા અને ધાણાનું વાવેતર કર્યુ હતું તે ખેડૂતોને 1 વિઘે પ0થી પપ મણ ઉપજ આવે તેવી આશાઓ વચ્‍ચે હવે માંડ 10થી 1પ મણ નિજ ઉપજ આવે તેવી હાલત ગઈકાલના વરસાદે કરી છે. જયારે ખેડૂતોની કાળી મજૂરીની મહેનતની કમાણી ભર શિયાળાનાં વરસાદથી ઘુંઘળી થતાનં સરકાર સામે ખેડૂતોએ મીટ માંડી છે. જયારે ગામના સરપંચ રાજુભાઈએ જણાવ્‍યું છે કે, હવામાન વિભાગની આગાહી પણ હવે ન હતી ને અચાનક જ વાદળો બંધાયા ને વરસાદે વ્‍યાપક નુકસાન કરી દીધું. જયારે એક તરફ મજૂરો મળતા નથી ને અચાનક વરસાદથી જીરૂ, ધાણા, ઘઉં સહિતનાં પાકોને નુકસાન કર્યુ હતો ઘાસચારો પલળી જતાં પશુધન પણ ઘાસચારા વગરનુંરહે તેવા વરસાદે હેરાન પરેશાન કરી દીધાનું સરપંચે જણાવ્‍યું હતું.

Follow Me:

Related Posts