ખાનગી ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાનો ગેરકાયદે જથ્થો પકડાયો

ધ્રાંગધ્રાની રેશનિંગ દુકાનમાંથી થોડાં દિવસ પહેલાં અનાજના જથ્થાને સગેવગે કરતા હોવાનો વીડિયો ફરતો થયો હતો. તેને લઈને કાર્યવાહી કરાઈ ન હતી. ગરીબોના અનાજ ચાઉં કરનાર બહાર આવશે કે પછી ઘીના ઠામ ઘીમા પડશે તે સમય બતાવશે. સાયલા તાલુકામાંથી એસઓજી પોલીસ ટીમે હોળીધાર વિસ્તારના વિજયભાઇ કુલધરિયાના ઘરેથી ઘઉં, ચોખા, તુવેર દારળ સસ્તા અનાજની દુકાને મળે તે સહિત રૂ.૭,૩૪,૬૫૦નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં ૪ સામે ગુનો નોંધાયો હતો. લખતરના પાસેના ખાનગી ગોડાઉનમાંથી એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં ઘઉં, ચોખા ખાંડ મળીને કુલ રૂ.૨૪.૭૦ લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં તપાસ કરતા મહાવીરસિંહનું ગોડાઉન હોવાનું ખૂલ્યું હતું છેલ્લાં બે માસ જેટલા સમયમાં જિલ્લામાં બે સ્થળોએ દરોડા કરાયા છે.જેમાં સાયલામાં ઘરમાંથી અને લખતરમાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી રાશનનો ઘઉં, ચોખા,ખાંડનો જથ્થો મળી આવ્યો હતો.આ દરોડાની શ્યાહી સુકાઇ નથી ત્યાં વધુ એક દરોડો ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ ઉપર આવેલા ગાયત્રી પાર્ક વિસ્તારમાં આવેલી સલીમભાઈ ઈસાભાઈ માણેકના ગોડાઉનમાં બાતમીના આધારે ધાંગધ્રા તાલુકા યુ.એલ.વાઘેલા, મામલતદાર મીસીસ હીરાણી, એએસઆઈ મદીનખાન, ભુપતભાઈ, વિરપાલસિંહ, શોયબભાઈ સહિત ટીમે બાતમીના આધારે દરોડો કર્યો હતો. જેમાં ગાયત્રી પાર્ક વિસ્તારમાં આવેલા સલીમભાઈ માણેકના ગોડાઉનમાં ચાલુ ટ્રકમાં ઘઉંનો જથ્થો લોડ કરતા પોલીસને જાેઈ શખ્સો નાશી ગયા હતા.
પોલીસ મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમ ઘઉં, ચોખાનો જથ્થો અને ટ્રક સહિત રૂ.૨૩,૦૯,૫૦૦ના જથ્થો જડપી પાડી ગોડાઉનમા મળી આવેલા શખ્સ સદીક હુસેનભાઈ જામને ઝડપી પાડ્યો હતો.તેની પુછપરછ હાથ ધરવામાં આવતા ગોડાઉન અબજલ ઈબ્રાહિમ ધાચી રહે નીમકનંગર તા.ધ્રાંગધ્રા વાળાએ ભાડે રાખ્યાનુ જણાવ્યુ હતુ.આથી પોલીસે મળી આવેલા ધવ અને ચોખ્ખા જથ્થા અંગે કોઈ બીલ પુરાવા નહી મળતા જથ્થો સીલ કરી આરોપીને ઝડપી પાડવા માટે તાલુકા પોલીસ દ્વારા મામલતદાર અને પુરવઠા વિભાગને સાથે રાખીને તપાસ હાથ ધરી છે. અનાજના જથ્થા અંગે ગોડાઉન ભાડે રાખનાર માલિકને બોલાવી તેના જવાબ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. અનાજ જથ્થા ખરીદી અંગેના જરૂરી પૂરાવા રજૂ કરવાનું જણાવાયું છે. સાયલામાંથી પકડાયેલા જથ્થા મામલે ૪ સામે ફરિયાદની કાર્યવાહી કરાઈ છે.લખતરમાં પકડાયેલા અનાજ બાબતે ૩ સામે હ્લૈંઇ નોંધવાની કાર્યવાહી કરાઈ છે. અમદાવાદ બાયપાસ ઉપર આવેલી કલ્પના ચોકડી પાસેના ગાયત્રી પાર્ક વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો હોવાની બાતમી મળી હતી.આથી તાલુકા પોલીસ દ્વારા મામલતદારને સાથે રાખી ગોડાઉન પર રેડ પાડતા ઘઉં અને ચોખા અને ટ્રક સહિત કુલ ૨૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જ્યાં ગોડાઉન મળી આવેલા શખસની પૂછપરછ કરતા નીમકનગર તા ધ્રાંગધ્રામા રહેતા શખસે ભાડે રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગોડાઉનમાં ૧ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સંગ્રહ કરવાના અને તે પકડાવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે.જેમાં પુરવઠા વિભાગ અને પોલીસ સાથે મળી દરોડા કરી આવો જથ્થો પકડી પાડે છે.
ધ્રાંગધ્રા ગોડાઉનમાં પકડાયેલો જથ્થો સરકારી ગોડાઉનમાંથી કે રેશનીંગ દુકાનમાંથી કે એફબીઆઇના ગોડાઉનમાંથી કે અન્ય જગ્યાએથી આવ્યો છે એ અંગે પોલીસ અને પુરવઠા વિભાગની તપાસમાં બહાર આવશે. હાલ આ ઝડપાયેલો જથ્થાને લઇ અનેક તર્કવિતર્કો અને ચર્ચાના ચકડોળે ચડ્યુ છે.ધ્રાંગધ્રામાં ગોડાઉનમાંથી પકડાયેલુ અનાજનો જથ્થો રાખનાર એએસએમઇનું નોંધણી કરાવેલ છે. તેમની પાસે દાખલ સ્ટોક મેઇન્ટનન્સ, રેકર્ડ હાજરમાં ન હતું. માલિક હાજર નહીં હોવાથી હાલ જથ્થો સીઝ કર્યો છે. પ્રાથમિક રિપોર્ટ મામલતદારે આપ્યો છે. ગોડાઉન માલિકને ૧ દિવસમાં રેકર્ડ રજૂ કરવા જણાવાયું છે. રેકર્ડ રજૂ કરી તેના પરથી સાચી ખબર પડે તેમ છે. ભાવનાબા ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી
ગોડાઉનમાંથી ઝડપાયેલો જથ્થો દરોડામાં ગોડાઉનની અંદર ઘઉંની બોરી ૪૧૫ નંગ વજન ૨૦,૭૫૦ કિલો કિંમત કુલ કિંમતરૂ.૬,૦૧,૭૫૦. જ્યારે લુઝ ઘઉં ૬૧૫૦ કિલો કિંમત રૂ.૧,૭૫,૪૫૦, ચોખાની બોરી ૩૨૧ વજન ૧૨,૭૦૦ કિલો કિંમત રૂ.૨,૪૯,૪૦૧, ૧ ટ્રક કિંમત૧૨ લાખ, ૧ રિક્ષા કિંમત રૂ.૫૦ હજાર સહિત કુલ રૂ.૨,૩૦,૯૫૦૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે .
Recent Comments