fbpx
ભાવનગર

ગેંગ કેસ, પાસા સુધારણા તથા લેન્ડ ગ્રેબીંગના નવા કાયદાનું કડક અમલ કરાવતી ભાવનગર રેન્જ પોલીસ

              ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરી, જુગારનો ગેરકાયદેસર અડ્ડો તથા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિને અકુંશમાં રાખવા માટે પાસા સુધારણા એક્ટ તથા લેન્ડ ગ્રેબીંગનો નવો કાયદો અમલમાં મુકવામાં આવેલ છે. જે કાયદાની કડક અમલવારી થાય તે માટે મ્હે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા અવાર-નવાર વિડીયો કોન્ફરન્સ યોજી સૂચના આપવામાં આવે છે. આજરોજ ભાવનગર રેન્જ DIGP શ્રી અશોક કુમાર IPS નાઓની અધ્યક્ષતામાં ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીનાઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.  DGPશ્રીની સૂચનાને અસરકારક અને હેતુસભર બનાવવા માટે ભાવનગર રેન્જ DIGP શ્રી અશોક કુમાર IPS નાઓ દ્વારા ભાવનગર રેન્જના ડીવીજનના ચુનંદા પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી પ્રોહિબીશનની ગેરકાયદેસર કરતા ઇસમો વિરૂધ્ધ પાસા કરવા તથા વ્યાજખોરી કરતા ઇસમો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો દાખલ કરવા આદેશ કરવામાં આવેલ છે. જે અંગે ભાવનગર રેન્જમાં-૧૭ ગેંગ કેસ કરી-૮૬ આરોપી અટક કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરમાં – ૧૦ ગુન્હા દાખલ કરી-૬૪ આરોપી અટક કરવામાં આવેલ છે, અમરેલી જીલ્લામાં -૭ ગુન્હા દાખલ કરી-૨૨ આરોપી અટક કરવામાં આવેલ છે. જુગારનો ગેર કાયદેસર અડ્ડો ચલાવનાર તથા પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવતિ કરતા -૨૧૩ ઇસમો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે

જેમાં-૫૫ વોરંટની બજવણી કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરમાં-૫૨, ઇસમો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં-૧૬ વોરંટની બજવણી કરવામાં આવેલ છે, અમરેલીમાં-૧૨૬ ઇસમો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં-૩૫ વોરંટની બજવણી કરવામાં આવેલ છે. તથા બોટાદ જિલ્લામાં -૩૫ ઇસમો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં-૦૪ વોરંટની બજવણી કરવામાં આવેલ છે, લેન્ડ ગ્રેબીંગના રેન્જમાં-૫ ગુન્હા દાખલ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર-૩ તથા અમરેલી જિલ્લામાં-૨ ગુન્હા દાખલ કરવામાં આવેલ છે.   વર્ષ ૨૦૨૦માં ભાવનગર રેન્જમાં ખૂનના ૬૯ ગુન્હા દાખલ કરી ૬૯ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, ખૂનની કોશિષના ૬૭ ગુન્હા દાખલ કરી ૬૭ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, ધાડના ૮ ગુન્હા દાખલ કરી ૭ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, લુંટના ૨૮ ગુન્હા દાખલ કરી ૨૬ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, ઘરફોડ ચોરીના ૧૪૦ ગુન્હા દાખલ કરી ૮૫ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, ચોરીના કુલ ૪૧૭ ગુન્હા દાખલ કરી ૩૧૧ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, વાહન ચોરીના ૧૭૨ ગુન્હા દાખલ કરી ૯૩ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, રેતી ચોરીના ૧૩૪ ગુન્હા દાખલ કરી ૧૩૪ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, રાયોટીંગના ૫૬ ગુન્હા દાખલ કરી ૫૬ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે,

ઇજાના ૮૧૭ ગુન્હા દાખલ કરી ૮૧૭ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, ઠગાઇના ૧૧૯ ગુન્હા દાખલ કરી ૧૧૨ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, વિશ્વાસઘાતના ૯ ગુન્હા દાખલ કરી ૯ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, અપહરણના ૧૫૭ ગુન્હા દાખલ કરી ૧૫૬ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, ભાગ ૧ થી ૫ના અન્યના ૧૩૬૦ ગુન્હા દાખલ કરી ૧૨૭૬ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે, આમ, ભાવનગર રેન્જમાં વર્ષ ૨૦૨૦માં ભાગ ૧ થી ૫ના કુલ-૩૨૪૭ ગુન્હા દાખલ કરી ૨૯૯૧ ગુન્હા ડીટેક્ટ કરવામાં આવેલ છે.   ભાવનગર રેન્જ વડાશ્રી અશોક કુમાર IPSનાઓ દ્વારા ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાના તમામ નાગરીકોને અપીલ કરવામાં આવે છે કે આપની આજુબાજુ કોઇ ઇસમ નાણાં ધીરધાર/વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા હોય, કોઇ માથાભારે ઇસમો દ્વારા કોઇપણ વ્યક્તિઓની જમીન, મકાન, પ્લોટ કે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હોય, ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ ચલાવતા હોય તો તાત્કાલિક ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં.૦૨૭૮-૨૫૨૦૩૫૦, અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં.૦૨૭૯૨-૨૨૩૪૯૮ તથા બોટાદ પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં.૦૨૮૪૯-૨૩૧૪૦૧ પર જાણ કરવા અપીલ કરવામાં આવે છે, જેથી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓને નેસ્ત નાબૂદ કરી ગુનેગારોને ડામી શકાય

Follow Me:

Related Posts