થોડા સમય પહેલા રોહિસા ગામના યુવાનો દ્વારા અમોને રજુઆત કરવામાં આવી હતી કે અમારા ગામને રમત ગમત માટે સારું એક મેદાન મળી રહે જેથી સર્વે મિત્રો ના સહકાર થી યુવાનો અને બાળકો માટે ક્રિકેટ, વોલીબોલ, રનિંગ, ફૂટબોલ, ખો-ખો, કબડ્ડી સહિતની રમતો રમી શકે તેવું એક મેદાન તૈયાર કરવામાં થોડી મદદ કરી અને માત્ર 15 દિવસ માં જ મેદાન તૈયાર થયું.
ઉદ્દઘાટન સ્થળે સત્યનારાયણ ભગવાનની કથા નું પણ સ્થાનિક આગેવાનો અને યુવાનો દ્વારા જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો ની એકતા અને તાકાત નો પણ પરિચય થયો હતો
જાફરાબાદ તાલુકાના રોહિસા ગામે આગેવાનો અને યુવાનો ની હાજરી માં વરસતા વરસાદે રમતગમત નાં મેદાન નું ઉદ્દઘાટન કર્યું.

Recent Comments