અમરેલી

જિલ્‍લાનાં પ્રથમ કોરોના દર્દી લાભુબેન કાછડીયાએ કરાવ્‍યું વેકિસનેશન

અમરેલી તાલુકાના પ્રા.આ. કેન્‍દ્ર જાળીયા મા. મુ. જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જે.એચ. પટેલ, જિલ્‍લા આર.સી.એચ.ઓ. અધિકારી ડો. આર.કે. જાટના સીધા માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. આર.કે. સિન્‍હા તથા મેડિકલ ઓફિસર ડો. કે.એ. ચૌહાણ તથા ડો. એ.પી. ઠકકરના રાહબરી હેઠળ જાળીયાના સેજા હેઠળના ગામોમાં 60 વર્ષથી વધુ વયના વ્‍યકિતઓને 4પ થી પ9 વર્ષના ગંભીર બીમારી ધરાવતા વ્‍યકિતઓને કોવિડ-19ની રસીકરણની કામગીરી હાથ ધરેલ. જેમાંઆજ દિન સુધીમાં કુલ 1439થી પણ વધારે વ્‍યકિતઓએ રસીકરણનો લાભ લીધેલ છે.

અમરેલી જિલ્‍લાના પ્રથમ એવા કોરોના દર્દી હતા એવા લાભુબેન કાછડીયાએ પણ તેઓના ટીંબલા ગામમાં રસીકરણનો લાભ લીધેલ છે. આ રસીકરણની કોઈ પણ જાતની આડ-અસર નથી તો તમામ ગામના સિનિયર સિટીઝનોને લાભ લેવા અનુરોધ કરેલ છે. પ્રા.આ. કેન્‍દ્ર         જાળીયાના સેજા હેઠળના તમામ ગામોમાં આગામી દિવસોમાં આ રસીકરણ કાર્યક્રમ યોજાનાર છે તો તમામ સિનિયર સિટીઝનોએ લાભ લેવા અપીલ છે.

Follow Me:

Related Posts