ગુજરાત

ડાયમંડ સિટીમાં કોરોનાએ ઉથલો માર્યો, વધુ ૩૭ કેસ સ્કૂલ-કૉલેજમાંથી આવ્યા

એક તરફ કોરોનાના કેસને કાબૂ કરવાના પ્રયાસ થઈ રહ્યા ત્યારે બીજી તરફ દેશ સહિત રાજ્યોમાં કોરોના કેસ ઉથલો મારી રહ્યા છે. આવામાં ડાયમંડ સિટી સુરતમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે પણ અહીં વધુ ૨૪૦ નવા કેસ નોંધાયા છે, જે પાછલા ૫ મહિનાના સૌથી વધુ કોરોનાના નવા કેસ છે. અહીં નોંધાયેલા નવા ૨૪૦ કેસમાંથી ૩૭ કેસ શૈક્ષણિક સંકૂલોમાં નોંધાયા છે. આ સંક્રમિત લોકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંકૂલમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્કૂલ, કૉલેજ તથા વિદ્યાર્થીઓના વાલીઓને તેમના બાળકો કોરોનાની ગાઈડલાઈન્સનું સખત રીતે પાલન કરે તેમ જણાવવામાં આવ્યું છે.

સુરતમાં કેસનો ફરી રાફડો ફાટતા શહેરના કમિશનર બંછાનિધી પાણીએ એક ઓડિયો મેસેજમાં જણાવ્યું છે કે, “શહેરમાં કોરોના વાયરસના કેસમાં ફરી ઉછાળો નોંધાયો છે અને અહીં યુકે અને સાઉથ આફ્રીકમાં દેખાયેલા કોવિડ-૧૯ સ્ટ્રેનના કેસ પણ જાેવા મળ્યા છે. શહેરની એસએમસી દ્વારા ચલાવાતી સ્મિમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં દર્દીઓની સંખ્યા ડબલ થઈને ૧૭થી વધીને ૩૫ પર પહોંચી ગઈ છે.

તેમણે એ પણ ઉમેર્યું કે, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં અઠવા ઝોનના સિટી લાઈટ, પાનસ, અઠવા, વેસુ અને અઠવા છે. જ્યારે રાંદેર ઝોનમાં પાલ, અડાજણ અને અડાજણ પાટિયા સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં કોરોના કેસ વધી રહ્યા છે.

Follow Me:

Related Posts