fbpx
બોલિવૂડ

તાંડવ વિવાદમાં કૂદી પડી કંગના,કહ્યુ- આવા લોકોને તો જેલ ભેગા કરવા જાેઇએ



વેબ સિરીઝ ‘તાંડવ’ નો વિવાદ અટકવાનું નામ જ લેતો નથી. સૈફ અલી ખાન સ્ટારર તાંડવ વેબ સીરિઝને લઈને દેશભરમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. લોકો હિન્દુ ધર્મને ઠેસ પહોંચડવાનો આરોપ લગાવી રહ્યા છે. વેબ સીરીઝના કેટલાક દ્રશ્યો અને સંવાદોની આકરી ટીકા થઈ રહી છે. આ મામલે ૩૨ ફિલ્મી હસ્તીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે. અભિનેતા સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા અને સુનિલ ગ્રોવર સહિતના કલાકારો સામે આક્રોશ જાેવા મળી રહ્યો છે. આ લોકો સામે થઈ હ્લૈંઇ નોંધાઇ છે. લખનઉના હઝરતગંજમાં એમેઝોન પ્રાઈમની ઈન્ડિયા હેડ અપર્ણા પુરોહિત, તાંડવના ડાયરેક્ટર અલી અબ્બાસ જફર, પ્રોડ્યુસર હિમાંશુ મહેરા, લેખક ગૌરવ સોલંકી અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વેબ સીરિઝમાં હિંદુ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવ્યા હોવાનો આરોપ છે.

જેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. તેમાં અયોગ્ય ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી લોકોમાં ભારે રોષ છે. દરેક મામલે પોતાનો અભિપ્રાય જાહેર કરતી અભિનેત્રી કંગના રનૌતે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. સતેન્દ્ર રાવત નામના ટિ્‌વટર યુઝરે ભાજપ નેતા કપિલ મિશ્રાનો એક વીડિયો ટ્‌વીટ કર્યો છે. કંગના રનૌતે આ ટિ્‌વટને રિટ્‌વીટ કરતા લખ્યું, ‘સમસ્યા માત્ર હિન્દુ ફોબિક સામગ્રીની નથી, પરંતુ તે રચનાત્મક રીતે ખરાબ દર્શાવવામાં આવી છે જે દરેક સ્તરે વાંધાજનક છે, તેથી જાણી જાેઈને વિવાદાસ્પદ દ્રશ્યો રાખવામાં આવ્યા છે. તેમને ફક્ત ગુનાહિત ઇરાદા માટે જ નહીં પરંતુ પ્રેક્ષકોને ત્રાસ આપવા બદલ જેલમાં પૂરી દેવા જાેઇએ. ભાજપના નેતા કપિલ મિશ્રાએ અલી અબ્બાસ ઝફરની માફી પર એક ટ્‌વીટ કર્યું છે.

કપિલ મિશ્રાના ટિ્‌વટને રીટવીટ કરતા કંગના રનૌતે લખ્યું, ‘હવે માફી માંગવાથી શું થશે ? આ તો સીધુ ગળુ કાપી નાખવાની વાત છે, જેહાદી દેશો ફતવો આપે છે. લિબ્રુ મીડિયા વર્ચુઅલ લિંચિંગ કરે છે, તમને ફક્ત જાનથી મારવામાં નહી આવે, પણ તે મૃત્યુને પણ ન્યાયી ઠેરવી દેવાશે, આક્રોશ ઠલવતા બોલી અલી અબ્બાસ ઝફરની (ટ્ઠઙ્મૈ ટ્ઠહ્વહ્વટ્ઠજ ડટ્ઠકટ્ઠિ) હિંમત છે કે અલ્લાહની મજાક ઉડાવે? ‘

Follow Me:

Related Posts