અમરેલી

અમરેલી કલેક્ટરને અપાયું પ્રાર્થના પત્ર: ગો માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા ગૌભક્તોનો હુંકાર

ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન, વેદો અને પુરાણોમાં પૂજનીય તથા ‘જગતજનની’ તરીકે પૂજાતી ગો માતાને સત્વરે દેશના સર્વોચ્ચ માન સમાન **‘રાષ્ટ્રમાતા’** નો દરજ્જો આપવામાં આવે તેમજ ગૌવંશની સુરક્ષા અને સંવર્ધન માટે કડક કાનૂની જોગવાઈ કરી ગૌહત્યા પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે તેવી પ્રચંડ અને દ્રઢ માંગ સાથે આજરોજ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક ભવ્ય અને વિશાળ પ્રાર્થના પત્ર પાઠવાયું હતું.

સમગ્ર ભારતવર્ષના તમામ રાજ્યોના તમામ જિલ્લાઓમાં એકસાથે, એક જ સમયે અને એક જ પવિત્ર સંકલ્પ સાથે પૂજ્ય સંતો-મહાત્માઓના દિવ્ય માર્ગદર્શન હેઠળ આ મહાઅભિયાનનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ સંતો-મહંતોની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેજસ્વી ગૌભક્તો, ધર્મપ્રેમી નાગરિકો અને સત્ય સનાતન સંસ્કૃતિના રક્ષકોએ કલેક્ટરશ્રીને આવેદન પત્ર પાઠવી દેશવ્યાપી સંકલ્પને બળ પૂરું પાડ્યું હતું.

 અમરેલી જિલ્લાના ગૌ સેવકો દ્વારા કુલ **૨,૫૩,૪૦૦** જેટલા હસ્તાક્ષરો સાથે આ આવેદન પત્ર સમર્પિત કરવામાં આવ્યું હતું, જે જિલ્લાની ગૌભક્તિનો અદભૂત પુરાવો છે.

આજરોજ સવારે ૧૧:૧૫ કલાકે અમરેલી કલેક્ટર કચેરી ખાતે પ્રાર્થના પત્ર આપવાની પવિત્ર પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ વિવેકભાઈ તળાવીયાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, યુગ યુગથી જીવ માત્રના કલ્યાણ અને અન્ન-ધન તથા આરોગ્યની રક્ષા માટે ગો માતાનું યોગદાન અતુલ્ય રહ્યું છે. ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગૌ સેવા એ જ સાચી ઈશ્વર સેવા છે.
આ પવિત્ર અભિયાન અંતર્ગત દેશના ખૂણે-ખૂણેથી અને ગામે-ગામથી કરોડો નાગરિકો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને પ્રાર્થના પત્ર પાઠવી રહ્યા છે. સાથે જ www.gausamman.cloud વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી પણ કરોડો નાગરિકો જોડાઈને ગો માતાના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે.

 ભારતીય સંસ્કૃતિ અને ગૌવંશના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે ગો માતાને સત્તાવાર રીતે **’રાષ્ટ્રમાતા’** જાહેર કરવામાં આવે. તેમજ સમગ્ર દેશમાં ગૌવંશની હત્યા કરનારાઓ સામે આડેધડ કડક કાનૂની સજા અને ફાંસી જેવી સખત જોગવાઈ લાગુ કરવામાં આવે. વધુમાં ગૌવંશના સર્વાંગી વિકાસ, સંવર્ધન અને રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક **અલગ ગૌ મંત્રાલય**ની સ્થાપના કરવામાં આવે. તેવી માંગ સાથે પ્રાર્થના પત્ર અપાયું હતું

Related Posts