ભાવનગર

તળાજાના પીગળી ગામે કૈલાસધામ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

કથાકાર મહેશગીરીબાપુ અને સેવક સમુદાય દ્વારા સુંદર આયોજન

તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ સાથે ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાશે.
કથાકાર મહેશગીરીબાપુ ગોસ્વામી અને સમગ્ર સેવક સમુદાય દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવવાનું શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું છે.
આ ગુરુપૂર્ણિમાના યોજાનાર કાર્યક્રમ મુજબ  ધ્વજારોહણ, ગુરૂ પૂજન, હનુમંત યજ્ઞ તેમજ મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા છે.
રાત્રિના નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. સર્વ સેવક સમુદાય સહિત સૌને આ મહોત્સવનો લાભ લેવા મહેશગીરીબાપુએ જણાવ્યું છે. 

Related Posts