મહુવા તાલુકા કોટિયા કુંઢડા વિસ્તારની ડુંગર ગિરિમાળા વચ્ચે આવેલા પ્રાકૃતિક ધામ ગુરુ દત્તાત્રેય આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત મોહનગીરીબાપુના સમાધિ સ્થાન ગૌધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૌ ધામ કોટીયા કુંઢડાના થાણાપતિ સંત પૂ.લહેરીગીરીબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.
કાર્યકમ મુજબ સવારની આરતી બાદ ધ્વજપૂજન અને ધ્વજા આરોહણ યોજાશે. અહીંની ગૌશાળાની ગાયમાતાનું પૂજન અને આરતી થશે. ત્યારબાદ ગુરૂપૂજન થશે. બપોરના ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌ ભાવિકજનોને મહોત્સવ સાથે પ્રસાદનો લાભ લેવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.
ગૌ ધામ કોટીયા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે
















Recent Comments