ભાવનગર

ભગુડા ગામે આવેલા આનંદ આશ્રમ ખાતે વિવિધ કાર્યકમો દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવાનું આયોજન

તા 29 ને બુધવારના રોજ મહુવા તાલુકાના ભગુડા ગામ ખાતે આવેલા આનંદ આશ્રમ ખાતે પૂ.ઉદયનારાયણ બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભાવ અને શ્રધ્ધાભેર ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભક્તિમય કાર્યક્રમોની રૂપરેખા અનુસાર સવારના ભાગે સ્થાપિત દેવતાઓનું પૂજન, ગુરુદેવ ચરણોની પૂજા, ગુરુમહિમા વિશેષ, ગુરુ પૂજન બાદ મહાપ્રસાદ થશે. બપોરબાદ સત્ય નારાયણ ભગવાનની પૂજા–કથા તેમજ રાત્રિના ભજન સત્સંગ સાથે સંતવાણી કાર્યક્રમ યોજાશે.

આનંદ આશ્રમ ભગુડા સર્વ સેવક સમુદાય અને કાર્યકર પીયુભાઈ આહીરે સૌને આ મહોત્સવનો લાભ જણાવ્યું છે.

Related Posts