fbpx
સૌરાષ્ટ - કચ્છ

થર્ટી ફર્સ્ટના પહેલા રાજકોટ પોલીસે ૩ કરોડના દારૂનો નાશ કર્યો

થર્ટી ફર્સ્ટને માત્ર ૨૪ કલાક બાકી છે ત્યારે રાજકોટના પ્યાસીઓ પાર્ટી કરવા છાનેખૂણે દારૂ શોધી રહ્યાં છે. ત્યારે જ આજે પોલીસે રાજકોટના સોખડા ગામે પોલીસે ત્રણ કરોડના દારૂ પર બૂલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો હતો. શહેરના તમામ પોલીસ મથકો સહિત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે દારૂ ઝડપાયો હતો તેનો આજે નાશ કરવામાં આવ્યો છે. હજારો બોટલ પર બૂલડોઝર ફરતા પ્યાસીઓનો જીવ બળી જાય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા.
રાજકોટ નજીકના સોખડા ગામે પોલીસ વહેલી સવારથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરી ખુલ્લા મેદાનમાં લાઈનબંધ બોટલો ગોઠવતી નજરે પડી હતી. ત્યારબાદ ત્રણ કરોડની કિંમત જેટલા દારૂ પર બૂલડોઝર ફેરવી બોટલો ફોડી તેનો નાશ કરવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ સૌથી વધુ દારૂ ક્રાઇમ બ્રાન્ચ દ્વાર પકડી પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દર ત્રણ અને પાંચ મહિને ઝડપાયેલા દારૂનો આ રીતે નાશ કરવામાં આવે છે. પરંતુ આ વખતે પોલીસે થર્ટી ફર્સ્ટનો આગલો દિવસ પસંદ કર્યો હતો.
૩૧ ડિસેમ્બર પહેલા રાજકોટમાં દારૂની રેલમછેલ જાેવા મળી રહી છે. ત્યારે દારૂબંધીની કડક અમલવારી કરાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ દોઢ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે.

Follow Me:

Related Posts