fbpx
અમરેલી

દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલનો નેત્રયજ્ઞ યોજાયો

દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ગાયત્રી પરિવાર ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયો જેમાં રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ ની તબીબી સેવા એ ધ્રુફણીયા ના વૈદરાજ વજુભાઇ ભટ્ટ પરિવાર ના પુત્ર રત્ન ભરતભાઇ ભટ્ટ ના આર્થિક સહયોગ થી આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર સંપૂર્ણ વિના મૂલ્યે કરાય અતિ અદ્યતન ટેકનોલોજી ધરાવતી સંત શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ રાજકોટ ખાતે મોતિયા ના દર્દી નારાયણો ને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના ઓપરેશન માટે લઈ જવાયા હતા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ નેત્રયજ્ઞ દર માસ ના છેલ્લા બુધવારે સિનિયર સિટીનઝ ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે યોજાય છે 

Follow Me:

Related Posts