ધારીને નગરપાલિકાની સુવિધા આપો : કોટડીયા
હરિપરા, વેકરીયાપરા, પ્રેમપરા, નબાપરા સહિતની ગામપંચાયતોને ભેગી કરી ધારીને નગરપાલિકાની સુવિધા આપો : કોટડીયા ધારી આજુબાજુમાં આવેલ પાંચ પંચાયતોનું વિલીનીકરણ કરીને પાલિકા બનાવવામાંગ પાલિકાની સુવિધા મળે તો લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ પણ મળતી થાય પાલિકા બનવાથી ધારી શહેરનો વિકાસ શકય બને તેમ હોય યોગ્ય કરવા માંગ ધારી શહેરને નગરપાલિકાની સુવિધા આપવાની માંગ કોંગી અગ્રણી સુરેશ કોટડીયાએ કરી છે.
તેઓએ રાજયના શહેરી વિકાસ વિભાગમાં પત્ર પાઠવીને જણાવેલ છે કે, ધારી શહેરમાં જ આવેલ હરિપરા, વેકરીયા પરા, નબાપરા, લેનપરા અને પ્રેમપરા ગામ પંચાયતનું ધારીમાં વિલીનીકરણ કરવામાં આવે તો ધારી શહેરની વસ્તી 40 હજાર જેટલી થઈ જાય.
વધુમાં જણાવેલ છે કે માત્ર પાંચ કિ.મી. વિસ્તારમાં અર્ધો ડઝન ગામ પંચાયત જોવા મળે છે. અને ગામ પંચાયતો હોવાથી સરકારી ગ્રાન્ટ પૂરતા પ્રમાણમાં મળતી નથી.
વધુમાં જણાવેલ છે કે ધારીને નગરપાલિકાની સુવિધા આપવામાં આવે તો સરકારી ગ્રાન્ટની મસમોટી રકમ મળવી શરૂ થાય, જેનાથી તમામ વિસ્તારોમાં વિકાસ કાર્યો થઈ શકે તેમ હોય યોગ્ય કરવા અંતમાં માંગ કરેલ છે.
Recent Comments