વિસ્તારના છેવાડેથી સ્થળાંતરીત થઈ વિસ્તારના મધ્યમાં નિર્માણ પામશે આધુનિક બોરતળાવ પોલીસ
હાલ બોરતળાવ પોલીસ સ્ટેશન ભાવનગર શહેરના પોલીસ સ્ટેશન પૈકી સૌથી મોટો વિસ્તાર ધરાવતુપોલીસ સ્ટેશન છે. જે હેઠળ નારીચોકડી, ચિત્રા જી.આઇ.ડી.સી. થી લઈ આર.ટી.ઓ. સર્કલ સુધી તેમજ બોરતળાવ, કુંભારવાડાસુધીનો મોટો વિસ્તાર આવેલ છે. હાલમા આ બોરતળાવ પોલીસ સ્ટેશન તેની હદના છેવાડે આવેલ હતું પરંતુ ભાવનગરમહાનગરપાલિકા દ્વારા બોરતળાવ પોલીસ સ્ટેશન બનાવવા માટે ચિત્રા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ૨,૨૦૦ સ્ક્વેર ફીટ જમીનફાળવેલ હોય, જે જગ્યા મળવાથી આ બોરતળાવ પોલીસ સ્ટેશન તેની હદના મધ્યમા આવી જશે. પરિણામ સ્વરૂપ નારી ચોકડીહાઈવે રોડ, માર્કેટિંગ યાર્ડ, ચિત્રા જી.આઇ.ડી.સી., કુંભારવાડા, બોરતળાવ તથા આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાજાળવવા પોલીસ વિભાગને સાનુકૂળતા આવશે તેમજ આ વિસ્તારના લોકોને પોલીસની જરૂરિયાત ઉપસ્થિત થયે તેઓ મધ્યમાંઆવી જવાથી સરળતાથી મદદ માટે પહોંચી શકશે.બોરતળાવ પોલીસ સ્ટેશન બનાવવા માટે ૨,૨૦૦ સ્ક્વેર ફીટ જેટલી જમીન ફાળવવા બદલ પોલીસ અધીક્ષકશ્રી, ભાવનગર દ્વારાભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને ટીમ તથા કમિશનરનો આ તકે આભાર વ્યક્ત કર્યોહતો.
Recent Comments