ભાવનગરમાં ભેળસેળયુક્ત આલ્કોહોલના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી રાજ્ય
શ્રીમતી નિમુબેન બાંભણીયાએ આજે સર ટી હોસ્પિટલની મુલાકાત લઈને જિલ્લાના અધિકારીઓ સાથે
ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ અસરગ્રસ્તોની આરોગ્ય સ્થિતિ, સારવારની વ્યવસ્થા, મૃત્યુ પામેલા તથા સારવાર
બાદ રજા અપાયેલા વ્યક્તિઓની વિગતો તેમજ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી
મેળવી હતી. અસરગ્રસ્તોને કોઈપણ વિલંબ વિના યોગ્ય તબીબી સારવાર મળી રહે અને દર્દીઓની સ્થિતિ
પર સતત દેખરેખ રાખવામાં આવે તે માટે તેમણે આરોગ્ય તંત્રને સૂચનાઓ આપી હતી.
આ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ૪૪ અસરગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ થયા હતા, જે પૈકી ૨૯
ડીસ્ચાર્જ થયા છે અને ૧૩ અસરગ્રસ્તોનું દુ:ખદ મૃત્યુ થયું છે. તેમજ બે અસરગ્રસ્તોની સારવાર ચાલુ છે.
પોલીસ તંત્ર અને એસ.એમ.સી. ગુન્હાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી
હર્ષભાઈ સંઘવીએ ઘટનાના દિવસે એરપોર્ટ પર જ એસ.એમ.સી.ને તપાસ સોંપી હતી. પોલીસ તંત્રના જે
કર્મચારીઓ-અધિકારીઓ દોષિત હતા એમના પર કાર્યવાહી થઈ છે. સર ટી હોસ્પિટલમાં દાખલ થયેલ
દર્દીઓ માટે ડાયાલીસીસની વ્યવસ્થા સહિતની સારવાર માટે ડૉકટરોની ટીમ કામ કરી રહી છે. સારવાર
માટે જરૂરી ઇન્જેક્શનોની વ્યવસ્થા મહારાષ્ટ્ર ખાતેથી કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ
અઘીક્ષક શ્રી નીતેશ પાંડેય, આગેવાન શ્રી કુમારભાઈ શાહ, સર ટી હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી કેરવીબેન
દેસાઈ, શ્રી ચિન્મય શાહ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભેળસેળયુક્ત આલ્કોહોલની ગંભીર ઘટનાને પગલે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી















Recent Comments