ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને ભાવનગર જિલ્લા વહીવટી
તંત્ર આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ તા. ૨૫ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજાશે. જેમાં ૨૫
ઓગસ્ટને મંગળવારના રોજ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા સવારે ૮:૩૦ કલાકે બીએન વિરાણી હાઈસ્કૂલ થી
પ્રસ્થાન કરી શામળદાસ કોલેજ સુધી જશે.
સંસ્કૃત આપણી ગૌરવશાળી ભાષા અને સમૃદ્ધ સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવાના પવિત્ર હેતુથી તા. ૨૫
ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૮:૩૦ કલાકે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રામાં સંસ્કૃત ભાષાની વિવિધ ઝાંખીઓ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરા, વેદ-શાસ્ત્રો, કર્મકાંડ વિજ્ઞાન,
જ્યોતિષ વિજ્ઞાન, આયુર્વેદ તથા સંસ્કૃતના જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રેરહેલા અમૂલ્ય યોગદાનને દર્શાવવામાં આવશે.
સૌ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સંસ્કૃત પ્રેમીઓ તથા સમાજના સૌ ભાઈ-બહેનોને આ ગૌરવયાત્રામાં
ઉત્સાહપૂર્વક જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભાવનગરમાં તા. ૨૫ ઓગસ્ટના રોજ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળશે, બી.એન. વિરાણી હાઈસ્કૂલ થી પ્રસ્થાન કરી શામળદાસ કોલેજ સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે















Recent Comments