અમરેલી

અમરેલી શહેરમાં ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક કેરી બેગ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

અમરેલી નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ नियमेो, २०१५ ते५४ Plastic Waste Management (Amendment) Rules, 2026-G.S.R. 237(E), l. 31/03/2026 तेम४ Environment (Protection) Act, 1986 હેઠળ જારી કરાયેલા નિયમો તથા તેમાં થયેલ વખતોવખતના સુધારા મુજબ ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે કડક અમલવારી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જેવી કે પ્લાસ્ટિક કપ, ચમચી, પ્લેટ, ગ્લાસ, કટલરી, સ્ટ્રો, પ્લાસ્ટિક સ્ટિકવાળા ઈયરબડ્સ, પ્લાસ્ટિક ધ્વજ, થર્મોકોલની સજાવટની સામગ્રી,માવા ના પ્લાસ્ટિક,વેફરનું પ્લાસ્ટિક, અન્ય પ્રતિબંધિત પ્લાસ્ટિક વસ્તુઓનો ઉપયોગ ન કરવા વેપારીઓ તથા નાગરિકોને અપીલ કરવામાં આવે છે. તથા

આ જાહેર નોટીસ દ્વારા અમરેલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ:

ઉત્પાદકો, સ્ટોકિસ્ટો, હોલસેલર, રિટેલર, દુકાનદારો, ઈ-કોમર્સ સંસ્થાઓ, વિક્રેતાઓ, મોલ્સ, માર્કેટ, શોપિંગ સેન્ટરો, સિનેમા ઘરો, હોટલ-રેસ્ટોરન્ટ, પ્રવાસન સ્થળો, શાળાઓ, કોલેજો, કચેરીઓ, હોસ્પિટલો, વાણિજ્યિક સંસ્થાઓ તથા અન્ય સંસ્થાઓ અને આમ જનતાને જાણ કરવામાં આવે છે કે ઉપરોક્ત પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ તથા ઉપયોગ તાત્કાલિક બંધ કરવો.

તમામ સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓએ પોતાના કબજામાં રહેલ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો દૂર કરી નિયમો મુજબ તેનો યોગ્ય નિકાલ/વ્યવસ્થાપન કરવાનું રહેશે.

નગરપાલિકા દ્વારા શહેરમાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવશે. નિયમભંગ કરતા વેપારીઓ/વ્યક્તિઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી લાગુ નિયમો મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

તમામ વેપારીઓ તથા નાગરિકોને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી તથા પર્યાવરણને અનુકૂળ વિકલ્પોનો ઉપયોગ કરી “સ્વચ્છ અમરેલી – પ્લાસ્ટિક મુક્ત અમરેલી” ના અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે.

Related Posts