નાપાસ થઈને યુવકને પોલીસે મથુરાથી સોધીને વડોદરામાં પરિવાર સાથે મિલન કરાવ્યું

માંજલપુર પોલીસના જણાવ્યા અનુસાર, સગીર ૨૩ નવેમ્બરના રોજ સ્કૂલે જવા નીકળ્યા બાદ ઘરે જવાના બદલે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી તે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. અને ત્યાર બાદ તે મથુરા પહોચ્યો હતો. મથુરા રેલ્વે સ્ટેશન પહોચ્યા બાદ તેનો ભેટો કૈલાશ પ્રતાપસિંહ નામના યુવક સાથે થયો હતો. કૈલાશ પ્રતાપસિંહે સગીરની સાથે વાતચીત કરતા સગીરે પોતાના ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી તે પૈસા કમાવવા ઘરેથી નિકળ્યો હોવાનું જણાવ્યું હતું. સગીરે કૈલાશ પાસે નોકરી પણ માગી હતી. વડોદરા શહેરની ડભોઈ રોડની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો ૧૫ વર્ષનો સગીર ૨૩ નવેમ્બરે સ્કૂલે જવા નીકળ્યા બાદ ઘરે પરત ફર્યો નહોતો. પોલીસે ૮ દિવસે સગીરને મથુરાથી શોધી તેનું પરીવાર સાથે મિલન કરાવ્યું હતું. પોલીસે સગીરને શોધવા માટે વડોદરા શહેર અને સુરત રેલવે સ્ટેશન મળીને કુલ ૧૦૦ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. બીજી તરફ કૈલાશે પોતાના ઘરે સગીરને ૨ થી ૩ દિવસ રાખ્યો હતો.ત્યાર બાદ યુવકે વડોદરા પોલીસને જાણ કરતા માંજલપુર પોલીસ મથુરા જઈને સગીરને મંગળવારના રોજ લઈ આવી હતી. પોલીસ દ્વારા સગીરનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. માંજલપુર પોલીસ મથકે પિતાએ બાળક ગુમ થયાની ફરિયાદ આપતા પોલીસે કિશોરની શોધખોળ આરંભી હતી. ધો-૧૦માં નાપાસ થઈ ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હતું અને ઘરેથી સ્કૂલ જવાના બહાને નીકળી ગયો હતો. માંજલપુર પોલીસમાં બે કોન્સ્ટેબલ મનોજ સોનવને અને વિનોદભાઈ દ્વારા મથુરા પહોંચી ગયેલા કિશોરને પરત લઈ આવામાં મોટી સફળતા મળી છે. ગુમ થયેલા બાળકને પરત વડોદરા લાવી પરિવાર ને સોંપતા ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, જ્યુપીટર રોડ વિસ્તારમાં રહેતા પરિવારનો ૧૫ વર્ષીય દિકરો ડભોઈ રોડની ખાનગી સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. ૨૨ નવેમ્બરથી સ્કુલો ચાલુ થઈ જતા સગીર ૨૩ નવેમ્બરના રોજ બપોરે ૧૨ઃ૧૫ વાગે પોતાના ઘરેથી સાઈકલ લઈને સ્કુલે જવા નિકળ્યો હતો. સાંજના ૬ વાગી ગયા તેમ છતા દિકરો ઘરે પરત ન આવતા માતા-પિતાનો જીવ અધ્ધર થઈ ગયો હતો.તેમને દિકરાની સ્કુલ,મિત્રો,પરિવારજનો તેમજ બાગ-બગીચા અને જાહેર સ્થળો પર તપાસ કરી તેમ છતા તેમના દિકરાની કોઈ ભાળ મળી ન હતી.પોલીસે સગીરનો ફોટો મેળવીને સીસીટીવી ફુટેજ તપાસ્યાં હતાં. આખરે મથુરાથી હેમખેમ મળી આવ્યો હતો.
Recent Comments