જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી હાલ ત્રણ મહીનાના અમેરીકાનાં પ્રવાસે છે જ્યાં એ જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ માટે કુલ વીસ જેટલાં કાર્યક્રમો રજુ કરશે.
સ્વ. અનુબહેન ઠક્કર દ્રારા વડોદરા પાસે આવેલા ગોરજ ગામમાં વરસો પહેલા મુની સેવા આશ્રમ નામની સંસ્થા શરું કરવામાં આવી હતી.
જેમાં હાલ કેન્સર હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ,નર્સિંગ કોલેજ, ભગિની મંદિર, ઉત્તર બુનિયાદી શાળા,એકલવ્ય મોડલ નિવાસી શાળા, આશ્રમશાળા, વૃદ્ધાશ્રમ, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર જેવા સેવાનાં વિવિધ પ્રકલ્પો કાર્યરત છે.
જગદીશ ત્રિવેદીની આ વરસની અમેરીકાયાત્રાનાં કુલ સાત કાર્યક્રમો દ્રારા મુની સેવા આશ્રમને આશરે ચાર કરોડ રૂપિયા જેવું દાન પ્રાપ્ત થયું છે.
જેમાં ન્યુયોર્કમાં ૨૦,૦૦૦ ડોલર , સમરસેટ ન્યુ જર્સીમાં ૧,૧૧,૫૫૫ ડોલર , વુરહીસમાં ૯૭,૫૦૦ ડોલર, સિનસિનાટીમાં ૩૦,૦૦૦ ડોલર, ડીટ્રોઈટમાં ૨૫,૦૦૦ ડોલર, હ્યુસ્ટનમાં ૧,૧૧,૦૦૦ ડોલર અને સેન્ટ લુઈસમાં ૩૦,૦૦૦ ડોલર મળીને કુલ ૪,૨૫,૦૫૫ ડોલર એટલે આશરે ચાર કરોડ રૂપિયા જેવું માતબર દાન એકત્ર થયું છે.
ગોરજથી મુની સેવા આશ્રમના ચેરમેન અને પોતે વ્યવસાયે ડૉક્ટર હોવા છતાં આજીવન અપરિણીત રહી આ સંસ્થાને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર સેવક ડો. વિક્રમ પટેલ તમામ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓથી વાકેફ કર્યા હતા.
આ સંસ્થાના અમેરીકાસ્થિત સેવકો જેવા કે મુની સેવા ફાઉન્ડેશન – અમેરીકાના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ખજાનચી નીતિનભાઈ પટેલ, ન્યુયોર્કનાં ડો. યોગેન્દ્ર પટેલ, ડો. શ્યામ રાવ અને પકાજી , સમરસેટનાં અલય પટેલ, યોગેશ પટેલ અને વર્ષાબેન પટેલ, વુરહીસનાં ડો. સુરેન્દ્ર શેઠ, ડો. પ્રહલાદ પટેલ, ડો. મનુભાઈ દઢાણીયા અને નટુભાઈ દેસાઈ, સિનસિનાટીનાં કલ્પેશ પટેલ, રોહીત પટેલ અને હરેશ પટેલ, ડીટ્રોઈટના અશોકભાઈ ઠક્કર અને અનિલભાઈ પટેલ, હ્યુસ્ટનના બીનાબહેન પટેલ અને નીનાબહેન દેસાઈ, સેન્ટ લુઈસના શ્રી પ્રસંદ પટેલ અને ગૌરાંગ ભાવસારે પોતપોતાના શહેરમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
( તસવીર- ૧. મુની સેવા આશ્રમ, ૨. અનુબહેન ઠક્કર ૩. ડો. વિક્રમ પટેલ ૪. જગદીશ ત્રિવેદી પ. અમેરીકાના પ્રેક્ષકો )
Click to teach Gmail this conversation is not important


















Recent Comments