નિકને બોલીવૂડની ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા

પ્રિયંકા ચોપરા જાેનસના પતિ નિકને બોલીવૂડની ફિલ્મો પસંદ છે. તેણે બોલીવૂડની ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા જતાવી હતી. નિકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ ંકે, બોલીવૂડની ફિલ્મો પ્રેરણાદાયક હોય છે. મને જાે સારો રોલ ઓફર થશે તો ચોક્કસ હું કામ કરવા તૈયાર છું. નિકે આ વાતચીતમાં હિંદી ફિલ્મોના ગીતો ના પણ વખાણ કર્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે, હું અને પ્રિયંકા અમારા ઘરે યોજાતી પાર્ટીઓમાં હિંદી ગીતો વગાડતા હોઇએ છીએ. નિકે પોતાના ઇન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું હતું કે, બોલીવૂડની ફિલ્મોનો હું દીવાનો છું. તેમાં વળી મારી પત્ની પ્રિયંકા સાથે રહીને આટલા વરસોમાં બોલીવૂડની વધુ નજીક આવી ગયો છું. મને ઇન્ડસ્ટ્રીમાં ઘણા સારા મિત્રો મળ્યા છે. તેમના કામ પ્રેરિત કરનારા છે. હુ ંબધું જાેઉં છુ ંત્યારે મને પણ બોલીવૂડની ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા થાય છે. નિકે એમ પણ કહ્યું હતુ ંકે, બોલીવૂડનું સંગીત ડાન્સ કરવા માટે ઉત્તમ છે. અમે અમારી હાઉસ પાર્ટીમાં ચોક્કસ વગાડતા હોઇએ છીએ.
Recent Comments