fbpx
ગુજરાત

પત્ની પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ તો પતિએ છુટાછેડા લીધા

પતિ-પત્નીના વર્ષ ૨૦૦૬માં લગ્ન થયાં હતાં. ત્યાર બાદ વર્ષ ૨૦૦૮માં તેની પત્ની આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી પરીક્ષા આપતી હતી ત્યારે ચોરી કરતાં પકડાઇ ગઇ હતી. એ પછી વર્ષ ૨૦૧૪માં બન્ને અલગ થયાં અને પતિ આગળ વધુ ભણવા રશિયા ગયો હતો. રશિયા ગયો એ પહેલાં તેણે પત્ની ચોરી કરતાં પકડાઇ એ ગ્રાઉન્ડ પર છૂટાછેડાની અરજી કરી હતી.પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા લેવા માટે વિચિત્ર કિસ્સો સામે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ નોંધાયો છે. શહેરના તબીબની પત્ની પરીક્ષામાં ચોરી કરતાં પકડાઇ જતાં પતિએ પત્ની પાસેથી ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડા મેળવ્યા છે. પતિએ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી છે કે તેની પત્ની પરીક્ષામાં ચોરી કરતાં પકડાઇ ગઇ હતી, જેને કારણે તેની પ્રતિષ્ઠા ખરડાઇ છે. પત્ની ચોરીમાં પકડાઇ જતાં તેની સાથે માનસિક અત્યાચાર થયો છે. જસ્ટિસ જે.બી. પારડાવાલાની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે આ પ્રકારની મેન્ટલ ક્રૂઅલ્ટી છૂટાછેડા માટે મુખ્ય કારણ હોય એવું મેં પહેલી વખત જાેયું છે. પત્ની ચોરી કરતાં પકડાય એનાથી પતિને શરમ તો આવે ને? પત્નીએ પતિને છૂટાછેડા નહીં આપવાની દાદ માગતી અરજી હાઇકોર્ટમાં કરી છે. જ્યારે પતિએ કોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે તે તબીબ છે અને તેની પત્ની હંમેશાં તેને શરમમાં મૂકે એવી હરકતો કરતી રહે છે. તેની પત્ની આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષામાં ચોરી કરતાં પકડાઇ ગઇ હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલાએ એવી ટકોર કરી હતી કે આ છૂટાછેડા મેળવવા માટેનું કલાસિકલ ઉદાહરણ છે. પતિને તેના જીવનસાથી અપ્રામાણિક છે એ મુદ્દા પર છૂટાછેડા આપી શકાય. પરીક્ષામાં ચોરી કરતાં પત્ની પકડાય તો પતિને શરમ તો આવે ને? એ પતિ પર થયેલો માનસિક અત્યાચાર જ કહેવાય. હાઇકોર્ટે બન્ને પક્ષ માટે એવી ટકોર કરી હતી કે પત્ની અને પતિ વચ્ચે પ્રામાણિકતા મુખ્ય પાસું છે એમાં પણ કોઇ એક પાત્ર સમાજમાં પ્રતિષ્ઠિત હોય ત્યારે બીજું પાત્ર ગુનો કરીને ઝડપાય તો અન્ય પાત્ર તેની સાથે કેવી રીતે રહી શકે? પતિની સાથે માનસિક અત્યાચાર જ થયો કહેવાય. કોર્ટે બન્ને પક્ષના વકીલોને એવી સલાહ આપી હતી કે પતિ તબીબ હોય અને પત્ની અન્ડર ગ્રેજયુએટ હોય ત્યારે અને બન્ને લાંબા સમયથી અલગ રહે છે તો ફરીથી તેમને સાથે શું કામ રાખવાં જાેઇએ? દંપતી યુવાન છે, હજુ તેમની પાસે અન્ય તક છે. કોર્ટે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી છે.

Follow Me:

Related Posts