fbpx
અમરેલી

પીજીવીસીએલ- અમરેલીના કર્મચારીઓ દ્વારા સરકાર ના તા .૧ / ૧ / ૨૦૨૧ થી ભથ્થા આપવા અંગેના પરિપત્ર ની જાહેર માં હોળી

• તા . ૧/૧/૨૦૧૬ ના બદલે તા .૧ / ૧ / ૨૦૨૧ થી ભથ્થાઓ આપવા એ જીયુવીએનએલ ના પ ૫૦૦૦ કર્મચારીઓ ની મજાક • જીયુવીએનએલ હેઠળ ના ૫૫000 કર્મચારીઓના પરીવારજનો માં ઘોર હતાશા “ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ ” હેઠળ જીયુવીએનએલ સહિત ની સાત કંપનીઓ ના માન્ય યુનિયનો દ્વારા ૫૫000 કર્મચારીઓના તા .૧ / ૧ / ૨૦૧૬ થી એલાઉન્સ આપવાના બાકી હોય , તે બાબતે “ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ ” – દ્વારા આજ થી એક માસ પહેલા એટલે કે તા . ૧૫/૧૨/૨૦૨૦ ના રોજ આંદોલન ની નોટીસ આપવામાં આવેલ હતી . સરકારશ્રી અને મેનેજમેન્ટ દ્વારા આ નોટીસ ના અનુસંધાને હજુ સુધી કોઈ હકારાત્મક વલણ દાખવવામાં આવેલ નથી . ઉલ્ટાનું ૫૫૦૦૦ કર્મચારીઓ ના હકના ભથ્થાઓ તા . ૧ / ૧ / ૨૦૧૬ ના બદલે ૧/૧/૨૦૧૧ ના રોજ થી આપવા પરીપત્ર બહાર પાડેલ છે . જેના કારણે દરેક કર્મચારીના પરિવાર ને માતબર રકમ ગુમાવવાનો વારો આવેલ છે . આ પરીપત્ર સંપૂર્ણપણે કર્મચારીઓના હિતમાં નથી . જેથી કોઈ પણ કર્મચારીઓ ને તે માન્ય નથી . પરીપત્ર થી કર્મચારીઓ અને તેમના પરિવારજનો ખુબ જ હતાશ થયેલ છે . આજરોજ પીજીવીસીએલ અમરેલી ના આ સમિતિ ના હેઠળ ના તમામ મેમ્બરો એ પરિવાર સાથે સરકાર શ્રી અને મેનેજમેન્ટ ના આ પરીપત્ર ની કાળી પટ્ટી ધારણ કરી હોળી કરેલ છે . સરકારશ્રી અને મેનેજમેન્ટ આ બાબતમાં હકારાત્મક વલણ નહિં દાખવે તો અમરેલી પીજીવીસીએલ ના ૧૪૦૦ કર્મચારી તથા સમગ્ર ગુજરાત ના ૫૫000 કર્મચારીઓ ૨૧ મી થી અચોકકસ મુદત ની હડતાળ પર જશે .

Follow Me:

Related Posts