રાજકોટમાં આજે 118 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં
રાજકોટમાં 24 કલાકમાં 5ના મોત થયા છે. જ્યારે આજે નવા 102 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13038 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 758 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં આજે 118 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. ગુજકોમાસોલના ચેરમેન અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને તેમના પત્ની કોરોના સંક્રમિત થયા છે. દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
રાજકોટ સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 19 હજારને પાર
રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો આવીને આંકડો સ્થિર થયો છે. 15 દિવસ પહેલા જે આંક 150ની નજીક રહેતો હતો તે હવે 120 પર આવી પહોંચ્યો છે. સોમવારે દિવસ દરમિયાન શહેરમાં 96 અને ગ્રામ્ય વિસ્તારમાં 26 સહિત કુલ 122 કેસ આવ્યા છે આ સાથે રાજકોટ સહિત જિલ્લામાં કુલ કેસનો આંક 19022 થયો છે. રાજકોટમાં આજે ફાયર વિભાગે શહેરની અલગ અલગ 15 બિલ્ડિંગોને નોટિસ ફટકારી છે.
રાજકોટમાં 2600માંથી 2124 બેડ ખાલી
રાજકોટમાં એક્ટિવ કેસની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે અને રિકવર થતા દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં બેડ ખાલી થઇ રહ્યા છે બીજી તરફ મૃતાંક પણ ઘટ્યો છે. રાજકોટમાં 2600માંથી 2124 બેડ સારવાર માટે ઉપલબ્ધ છે. ગ્રામ્ય વિસ્તારમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 300ને પાર કરી ગઈ હતી હવે કેસ ઘટતાં 122 થઈ છે. બે દિવસ પહેલા મનપા વિસ્તારમાં આ ઝોનની સંખ્યા 43 નોંધાઈ હતી.
Recent Comments