વાઈબ્રન્ટ ગુજરાતમાં દિન પ્રતિદિન ગરીબોની સંખ્યા વધતી જાય છે, આજે સમગ્ર ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવવા મજબુર બની ગઈ છે, વાઈબ્રન્ટ ગુજરાતના નામે મોટા મોટા તાયફાઓ કરતી આ ભાજપ સરકાર ગરીબી હટાવવાના બદલે ગરીબોને હટાવી રહી છે, ગુજરાતમાં વર્ષ ર૦ર૦ માં કુલ ૩૧,૪૧,ર૩૧ પરીવારો ગરીબી રેખા નીચે જીવે છે, જો પરીવાર દીઠ ૬ સભ્યો ગણવામાં આવે તો ૧.૮૮ કરોડ ગરીબોની સંખ્યા ગુજરાતમાં થાય છે, જે ગુજરાતની વસ્તીનો ત્રીજો ભાગ છે, હાલમાં ગુજરાતમાં ભાજપ સરકાર દ્રારા ગરીબી રેખા નીચે જીવતા ગરીબ પરીવારોને મળતા બી.પી.એલ. રાશનકાર્ડ ધીમે ધીમે પાછલા દરવાજે થી બંધ કરતા જાય છે, ભાજપ સરકાર ગરીબી હટાવવાને બદલે આવા બી.પી.એલ. રાશનકાર્ડ બંધ કરીને ગરીબ માણસોને જ હટાવવાનું ષડયંત્ર રચી રહી છે.
Recent Comments