fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારો માટે કોવિડ-19 રસીકરણના ડ્રાય રનની શરૂઆત સિહોર ખાતેથી કરવામા આવી

મોડેલ રસીકરણ કેન્દ્ર બનાવી આરોગ્ય વિભાગ દ્વારા સિહોર તાલુકાના વિવિધ ૪ સ્થળોએ કરાયુ રસીના પૂર્વાભ્યાસનું આયોજન

આગમચેતીના તમામ પગલા સાથે માત્ર ૪૦ મિનિટમા રસીકરણની તમામ પ્રક્રિયા પુર્ણથાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ

સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોવિડ-19 વાયરસ સામે પ્રતિરક્ષણ – રસીની આતુરતાનો
અંત હવે નજીક છે ત્યારે ભાવનગર જિલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડની સુચના મુજબ જીલ્લા આર.સી.એચ. અધિકારી ડો.પી.વી.રેવર અને જીલ્લા એપીડેમીક અધિકારી ડો.પઠાણના માર્ગદર્શન નીચે સિહોર તાલુકાના વિવિધ ૪ સ્થળોએ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો માટે કોવિડ-19 રસીકરણના ડ્રાય રનની શરૂઆત કરવામા આવી હતી. જેમા સામુહિક આરોગ્ય કેન્દ્ર સિહોર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢ, જે.જે.મહેતા ગલ્સ સ્કુલ તેમજ રાજપરા ખોડીયારના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કોવિડ-19ની રસી માટેની સંપૂર્ણ પ્રકિયાનો પુર્વાભ્યાસ કરવામા આવ્યો હતો. આ પ્રક્રિયા અંતર્ગત લાભાર્થી રસીકરણ કેન્દ્રમા પ્રવેશે ત્યારે એમને હેન્ડ સેનીટાઇઝ કરાવી, એમનું નામ યાદીમા છે એની ખરાઇ કરવામા આવી હતી અને એમનો ક્રમ આવે ત્યા સુધી પ્રતીક્ષા ખંડમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ વેક્સીન રૂમમા વેક્સીનેશન ઓફિસર દ્વારા કોવિડ એપ્લીકેશનમા નામ, સરનામું, જન્મ તારીખ, ફોટો આઇ.ડી. વગેરેની ખરાઇ કરવામા આવી હતી અને વેક્સીન આપવા માટે વેક્સીનેટર ઓફિસર પાસે ક્રોસ પેટર્નમા બેસાડી કોવિડની રસી સંદર્ભે ૪ મેસેજ આપવામા આવ્યા હતા અને રસી આપ્યા બાબતની એન્ટ્રી કરવામા આવી હત પછીની 30 મિનીટ માટે લાભાર્થીને ઓબ્ઝર્વેશન રૂમમા વેક્સીનેશન ઓફિસરની દેખરેખ હેઠળ કોવિડ એપ્રોપ્રીએટ બિહેવીયર સાથે બેસાડવામાં આવ્યા હતા અને એક વેક્સીનેશન ઓફિસર દ્વારા IEC અને ક્રાઉડ મેનેજ કરવાની સાથે સાથે માસ્ક અને સોશીયલ ડીસ્ટન્સીંગનુ ધ્યાન રાખવામા આવ્યુ હતુ. આમ ગ્રામિણ વિસ્તારની રસીકરણ બાબતની પુર્વ તૈયારીનુ રીહર્સલ પૂર્ણ કરવામા આવ્યુ હતું. જેમા પ્રતીક્ષા ખંડ, વેક્સીન રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ ઉભા કરવામા આવ્યા અને 4 વેક્સીનેશન ઓફિસર અને 1 વેક્સીનેટર ઓફિસર દ્વારા કુલ 100 લાભાર્થીઓને કોવિડ-19 રસી આપવા અંગેનો પૂર્વાભ્યાસ કરવામા આવ્યો હતો. આ માટે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.જયેશ વાકાણી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાગોઠવવામાં આવી. જેમા જીલ્લાના અધિકારી અને સિહોર તાલુકાની હેલ્થ સ્ટાફ જોડાયો હતો.

ડ્રાય રન એટલે શું?
ડ્રાય રન એટલે એક પ્રકારની મોકડ્રીલ. જેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વેક્સિનેશન માટેની માહિતી અન શિક્ષણનો પ્રચાર-પ્રસાર, કોલ્ડ સ્ટોરેજથી લઈ રસીકરણ કેન્દ્ર સુધી રસી લઈ જવાની વ્યવસ્થા, ડમી લાભાર્થીને રસીકરણ અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા સહિતની તમામ જરૂરી પ્રક્રિયા.

Follow Me:

Related Posts