ભાવનગર જિલ્લામા ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૬ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
ભાવનગર જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૫૨ કેસો પૈકી ૨૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર જિલ્લામા આજરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા
કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૫૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ મળીકુલ ૩ કેસ નોંધાયો છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાનાં કાળાતળાવ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના કુલ ૫ અને તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૬ કોરોનાપોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકાપ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થજણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવીહતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ
આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૦૫૨ કેસ પૈકી હાલ ૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૯૫૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.
Recent Comments