fbpx
ભાવનગર

ભાવનગર પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પાક વેંચાણ માટે મળશે વધુ એક માધ્યમ

ભાવનગર બાદ હવે મહુવામાં પણ શરૂ થશે અમૃત ખેડૂત બજાર

પ્રાકૃતિક ખેત પેદાશના ઉત્પાદન સીધા વેચાણ અર્થે આત્મ પ્રોજેક્ટ ભાવનગર અને જિલ્લા
વહીવટી તંત્ર દ્વારા દર રવિવારે “અમૃત ખેડૂત બજાર”નું ભાવનગર ખાતે આયોજન કરવામાં આવે છે.પ્રાકૃતિક ખેતીકરતા ખેડૂતોને પોતાની પેદાશોના વેંચાણ માટે વધુ વિસ્તૃત બજાર ઉપલબ્ધ થાય તે હેતુથી અમૃત બજાર હવે મહુવાખાતે પણ શરૂ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી તા.૨૪/૦૧/૨૦૨૧ રવિવારના રોજ આ“અમૃત ખેડૂત બજાર”નું મહુવા ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણાના હસ્તે સવારે ૧૦:૦૦ કલાકે શુભારંભ કરવામાંઆવશે.આ “અમૃત ખેડૂત બજાર”મા ભાવનગર જીલ્લાના પ્રકૃતિક ખેતી કરતા લગભગ ૩૮ ખેડૂતોની જુદી જુદી ખેત પેદાશજેવી કે અનાજ, કઠોળ, મરી મસાલા, શાકભાજી, ફળ ફળાદી, સિંગતેલ, દેશી ગોળ વગેરેનું જુદા જુદા ૧૫ સ્ટોલઉપરથી રવિવારે સવારે ૧૦:૦૦ કલાક થી બપોરે ૦૫:૦૦ કલાક સુધી સીધું વેચાણ કરવામાં આવશે. તો “અમૃતખેડૂત બજાર”ની બોહળી સંખ્યામાં શહેરી જનોને લાભ લેવા પ્રોજેકટ ડાયરેકરશ્રી, આત્મા દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts