fbpx
ગુજરાત

મા વાત્સલ્ય કાર્ડથી સારવારમાં બેદરકારીઃ દર્દીઓને હોસ્પિટલથી હેલ્થ સેન્ટર જવું પડે છે



બાયોમેટ્રીક ઓળખ માટે આઈસીયુના દર્દી પણ લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. કરણ કે ફિંગર પ્રિન્ટ મશીન જે તે હોસ્પિટલમાં લઇ જઇ કામગીરી કરવામાં આવતી નથી. ગંભીર દર્દીઓ માટે પહેલા હોસ્પિટલમાં જઇ ફિંગરપ્રિન્ટ લેવાતા પરંતુ સેન્ટર ઓછા થતા હવે દર્દીઓને હાલાકી થઈ રહી છે. ગંભીર બીમારીમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ ઇમરજન્સીમાં બનાવવા સરકારે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ઓનલાઇન વ્યવસ્થા કરી છે, છતાં આ સેવાનો લાભ લેવા ઇમરજન્સી વોર્ડમાં દાખલ દર્દીઓને પણ ફિંગર પ્રિન્ટ આપવા માટે હોસ્પિટલમાં દાખલ હોવાં છતાં અન્ય સેન્ટર ઉપર બોલાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પણ ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર રખાયેલાં દર્દીઓને નંબર પ્રમાણે જ લેવાના હઠાગ્રહ સાથે લાઇનોમાં ઊભા કરી દેવાય છે. ફિંગર પ્રિન્ટ માટેની હથેળી જેવડી મશીન ઇમરજન્સીમાં દર્દીઓ પાસે જઇ શકે તેમ છે છતાં જીવના જાેખમે આઇસીયુમાંથી દર્દીને અન્ય સેન્ટરના મશીન સુધી જવાની નોબત પડી રહી છે.

દિલ્લીગેટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન માટે દાખલ ધીરજ પાટીલે મા વાત્સલ્ય કાર્ડ બનાવવા અરજી કરી હતી. ધીરજ ભાઇને મણકામાં એવી પીડા હતી કે તે ચાલી કે ઊભા પણ રહી શકતાં ન હતાં. આ સ્થિતિમાં તેમને વૃદ્ધ પિતા પાલિકાની એમ્બ્યુલન્સમાં કતારગામ હેલ્થ સેન્ટર લઇ આવ્યાં હતાં. જ્યાં અરજ છતાં તેમને સ્ટ્રેચર પણ અપાઇ ન હતી. દર્દીને તેમનાં વૃદ્ધ પિતા અને ફાયર કર્મીએ આશરે કલાક સુધી લાઇનમાં લઇ ઊભાં રહ્યાં હતાં. પુણાગામ ખાતે રહેતા મમતા બેનનું હૃદય બંધ પડી જતાં તબીબોએ હાર્ટમાં પ્રેસ મેકર મુકવાનો ૪થી ૫ લાખના ખર્ચનો એસ્ટિમેટ આપ્યો હતો. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી વાત્સલ્ય કાર્ડ ઉપર ઓપરેશન કરાવવાની અરજ કરી હતી.

આ દર્દી આઇસીયુ વૉર્ડમાં ઓક્સિજન ઉપર હોવાં છતાં મા વાત્સલ્ય કાર્ડ બનાવવા માટે ૧૦૮માં કતારગામ હેલ્થ સેન્ટરના અરજીમાં આંગળીના નિશાન માટે કતારગામ હેલ્થ સેન્ટર ઉપર જવાની નોબત પડી હતી. અગાઉ આ પ્રક્રિયા માટે દર્દીની સ્થિતિ જાેઇને હોસ્પિટલમાં જ અથવા તો એમ્બ્યુલન્સ સુધી જઇ ફિંગર પ્રિન્ટ લેવાતાં હતાં. દર્દીને પ્રાયોરિટી આપવાની સુચના છતાં દર્દીને લાઇનમાં ઊભાં રહેવું પડ્યુ હતું. ડીએચઓની મંજુરી હોય તો ફિંગર પ્રિન્ટની કીટને દર્દી સુધી લઇ જઇ શકાય છે. ક્રિટિકલ કેસમાં વાત્સલ્ય કાર્ડની પ્રક્રિયા માટે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હોય તે હોસ્પિટલના મેનેજમેન્ટ અને તબીબની લેખીત મંજુરી મેળવવી પડે છે. તે પછી ગેઝેટ ઓફિસર કે સ્થાનિક ધારાસભ્યની ભલામણ સાથેનો પત્ર લઇને ડ્ઢૐર્ં પાસે ઓપરેટરને કીટ સાથે હોસ્પિટલમાં દાખલ દર્દી સુધી જઇ ફિંગર પ્રિન્ટ લેવાની મંજુરી મળે છે.

Follow Me:

Related Posts