રાજકોટની સાયન્સ સિટી ડિસેમ્બરનાં અંતમાં ખુલ્લું મુકવામાં આવશે: કલેકટર

રાજકોટની ભાગોળે પીકનિક પોઇન્ટ એવા ઇશ્વરિયા પાર્કમાં સાયન્સ સિટીનું નવુ આકર્ષણ થવા જઇ રહ્યું છે. રૂ.૧૦૦ કરોડના આ મેગા પ્રોજેક્ટનું કામ પૂર્ણતાના આરે છે. ઇશ્વરિયા પાર્કમાં આશરે ૧૦ હજાર ચોરસમીટર ક્ષેત્રફળમાં સાયન્સ સિટી આકાર લેશે. આ મેગા પ્રોજેક્ટ માટે પહેલા કન્સલન્ટન્ટ તરીકે આર્કિટેકની નિમણુંક કરવાનો વિચાર કરાયો હતો. પરંતુ તેની ફી ખર્ચાળ હોય હવે પ્રવાસન વિભાગના પેનલ આર્કિટેકની મદદ લઇ સાયન્સ સિટીની ડિઝાઇન અને પ્લાન એસ્ટિમેન્ટ બનાવવામા આવી છે. સાયન્સ સિટીની સાથે એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, બે વિશાળ પાર્ટી પ્લોટ બનાવવાની પણ યોજના છે. રાજકોટની શોભા વધારે તેવા ચાલતા મેગા પ્રોજેક્ટમાં એઇમ્સ, ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટની ભેટ મળી તેની સાથે ઇશ્વરિયા પાર્ક ડેવલપમેન્ટ અને સાયન્સ સિટી પણ એક નઝરાણું બની રહેવાનું છે.
ઇશ્વરિયા પાર્કમાં એસેલવર્લ્ડ કે ઇમેજિકા જેવો એક પાર્ક બને તે માટે એન્ટરટેઇનમેન્ટ કંપનીઓને પણ આમંત્રિત કરવામા આવશે. બી.ઓ.ટી.ના ધોરણે આ યોજના પણ સાકાર કરવાનું આયોજન છે. વધુમાં સાયન્સ સિટી સંકુલમાં જ એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, બે વિશાળ પાર્ટી પ્લોટ બનાવવાની પણ યોજના છે. રાજકોટમાં આજથી ૪ મહિના પહેલા પૂર્વ ઝ્રસ્ વિજય રૂપાણીએ પોતાના હોમટાઉનમાં સાયન્સ સિટી બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આ પ્રોજેક્ટને પોતાનો આ ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. હાલ આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. આ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ ટેસ્ટિંગ – ટ્રાયિંગ ચાલી રહ્યું છે અને ડિસેમ્બરનાં અંત સુધીમાં સાયન્સને ખુલ્લું મુકવામાં આવશે આ મુદ્દે કલેક્ટરનાં જણાવ્યા મુજબ, સાયન્સ સિટીનાં નિર્માણ માટેની કામગીરી જાેરશોરથી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કન્સ્ટ્રક્શન અને ઇમ્પ્લીમેન્ટેશન સહિતની મહત્વની કામગીરી પુરી થઈ ચૂકી છે. સાયન્સ સિટી આગામી ડિસેમ્બરનાં અંત સુધીમાં લોકો માટે ખુલ્લું મુકવા માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ માટે વહીવટી તંત્ર હાલ રાજ્ય સરકારનાં સંપર્કમાં હોવાનું પણ તેમણે જણાવ્યું છે. વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, સાયન્સ સિટીમાં ૧૨ જુદા-જુદા પ્રકારનાં મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ઇન્ટરેક્શન, નેચર, રોબોટિક્સ એનવાયરમેન્ટ જેવી અલગ-અલગ થીમ સામેલ છે. હાલ આપણે ટેસ્ટિંગ મોડમાં છીએ, અને ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ જ કહી શકીએ કે, કુલ કેટલા મોડ્યુલ કાર્યરત થશે. પરંતુ આયોજન અનુસાર ૧૧ મોડ્યુલ અને વધુ ૩ મોડ્યુલ પાછળથી ઉમેરવામાં આવનાર છે. સાયન્સ સિટી માટે થનાર ખર્ચ અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી ન હોવાનું જણાવી ડિસેમ્બરનાં અંત સુધીમાં તેને ખુલ્લું મુકવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.
Recent Comments