રાજકોટમાં ફરી વાર એક્વાર અસામાજિક તત્વો બન્યા બેફામ ચાર શકશો દ્વારા એક યુવક પર જાહેરમાં છરી વડે હુમલો કર્યો

રાજકોટ શહેરમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક સાત હનુમાન મંદિર પાસે છગન ગેલાભાઈ ઝાપડા(ઉં.વ.૨૭) નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરાતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યાં ત્રણ વર્ષ પૂર્વે થયેલી માથાકૂટનો ખાર રાખી નોન-વેજના ધંધાર્થી સહિતનાએ યુવકનું કાસળ કાઢી નાખ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમ જ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સામા પક્ષે પણ એક વ્યક્તિને ઈજા થઈ હતી.
નવાગામમાં સાત હનુમાન મંદિર નજીક સોખડા રોડ પર રહેતો છગન ઘેલાભાઇ જાપડા (ઉં.વ.૨૮) રવિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે તેના ઘર પાસે ઊભો હતો ત્યારે ચાર ઇસમ ધસી આવ્યા હતા અને છગનને છરીના ઘા ઝીંકી દીધા હતા. હિચકારો હુમલો થતાં છગને મરણચીસો નાખતાં તેના કૌટુંબિક ભાઇ હીરાભાઇ સહિતના લોકો દોડી આવ્યા હતા. રિક્ષા પારેવડી ચોક પાસે પહોંચી હતી ત્યારે સામેથી એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચતાં છગનને એમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે છગનને જાેઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક છગનના કૌટુંબિક ભાઇ હીરાભાઇએ જણાવ્યું હતું કે પોતે તેમજ અન્ય પરિવારજનો ઘરમાં હતા ત્યારે છગનની ચીંસો સાંભળીને બહાર આવ્યાં હતાં એ વખતે ચાર ઇસમ ભાગતા દેખાયા હતા
છગન ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર છે. છગન ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો હતો. યુવાન પુત્રની હત્યાથી જાપડા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. બીજી બાજુ, નવાગામમાં નોન-વેજની દુકાન ધરાવતો અસ્લમ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તેને છગન સહિતનાએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી અસ્લમ સહિતના શખસોએ છગનની હત્યા કરી હતી. આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે પરિવારજનો પહોંચ્યા ત્યારે છગન લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો. પરિવારજનોએ ૧૦૮ને જાણ કરી હતી. છગનને ઝનૂનપૂર્વક છરીના ઘા ઝિંકાયા હોવાથી અને લોહી સતત વહેતું હોવાથી પરિવારજનોએ એમ્બ્યુલન્સની રાહ જાેઇ નહોતી અને છગનને રિક્ષામાં સૂવડાવી રાજકોટ હોસ્પિટલે લઇ જવા રવાના થયા હતા.
Recent Comments