રાજકોટમાં રાત્રિ કફ્ર્યૂ દરમિયાન ભાજપ પૂર્વ કોર્પોરેટર હથિયાર સાથે ઝડપાતા કરાઈ અટકાયત

રાજકોટમાં રાત્રિ કફ્ર્યૂ દરમિયાન ભાજપ પૂર્વ કોર્પોરેટર ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. રાત્રિ કફ્ર્યૂ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન પૂર્વ કોર્પોરેટર સંજય ધવાને ઝડપી પાડી તેની કારની તપાસ કરતાં કારમાંથી ગેરકાયદે હથિયારો મળી આવ્યાં હતાં, જેથી પોલીસે પૂર્વ કોર્પોરેટરની અટકાયત કરી ગેરકાયદે હથિયારો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કોરોના સંક્રમણ અટકાવવા માટે શહેરમાં રાત્રિ કફ્ર્યુ લગાવવામાં આવ્યો છે.
ત્યારે પ્રદ્યુમનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ભાજપ પૂર્વ કોર્પોરેટર સંજય ધવા ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયા હતા. પોલીસે કારની તપાસ કરતાં કારમાંથી ૫ કારતૂસ અને દેશી બનાવટની પિસ્તોલ ઝડપાઈ હતી, જેથી પોલીસે પૂર્વ કોર્પોરેટર સમક્ષ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પૂર્વ કોર્પોરેટર સંજય ધવા વર્ષ ૨૦૧૦માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયા હતા. પોલીસે હાલ તો પૂર્વ કોર્પોરેટરની અટકાયત કરી છે. આ સાથે જ ગેરકાયદે હથિયારો જપ્ત કર્યાં છે. પોલીસે આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)–એ અને આઇ.પી.સી. કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments