રાજ્ય સરકાર બનાવશે ગોંડલની ધાબી નદી પર ૪ કરોડ ના ખર્ચે બ્રિજ

આજથી ૨ મહિના પહેલા જયારે ગોંડલમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે ગોંડલથી ૫ કિમી દુર વોરાકોટડા ગામ નદી પરનાં બેઠાં પુલ પર ૮ ફુટ પાણી વહેતા બે દિવસ સુધી સંપર્ક વિહોણું બન્યું હતું. વોરાકોટડા થી ગોંડલ પહોચવા ગોંડલી નદી પરનો ૨૦૦ મીટર લાંબો બેઠો પુલ પસાર કરવો પડે.પરંતુ ભારે વરસાદથી નદીમાં પુર આવ્યાં હોય પુલ પરથી ૮ ફુટ પાણી વહેતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. આ સમસસ્યાને પગલે વોરાકોટડાનાં આગેવાન ભાવેશભાઇ ભાષા દ્વારા સ્થાનિક તંત્રથી લઈને ગાંધીનગર સુધી અનેકવાર રજૂઆત કરવામાં આવી હોય આ રજૂઆતને સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાહિતનાઓ દ્વારા જરૂરી ગણાવી વેગ આપવામાં આવ્યો હોય રાજ્ય સરકાર દ્વારા રૂ.૪ કરોડ ની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.
ગોંડલ શહેરથી ૬ કિમી દૂર આવેલ વોરા કોટડા ગામ પ્રતિવર્ષ ચોમાસાના ભારે વરસાદમાં વિખૂટું પડી જતું હોય છે. છેલ્લા ૫ વર્ષમાં બેઠા પુલ પરથી ૧૫ વ્યક્તિએ પાણીમાં તણાઇને જીવ ગુમાવ્યાં છે. ત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા અહીં બ્રિજ બનાવવા માટે રૂ.૪ કરોડની ગ્રાન્ટ મંજુર કરી કરવામાં આવી છે. આગામી સમયમાં નદીની બેઠી ધાબી ઉપર બ્રિજનું કામ શરૂ થતા ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. દર ચોમાસે વોરા કોટડા ગામની હાલત બદતર થઈ જતી હતી રોજિંદા અપડાઉન કરતા લોકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોની હાલત કફોડી બની જતી હતી
Recent Comments